For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates : શિક્ષક દિન નિમિત્તે પટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો

ઓઇલ કંપનીઓએ 'શિક્ષક દિન' પર લોકોને મોટી ભેટ આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરાયો છે

|
Google Oneindia Gujarati News

Fuel Rates : ઓઇલ કંપનીઓએ 'શિક્ષક દિન' પર લોકોને મોટી ભેટ આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ બંને ઈંધણની કિંમતમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ વેચાય છે. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.

Petrol and diesel prices

રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ

રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ

હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.21 રૂપિયા અને ડીઝલની કિંમત 103.15 રૂપિયા પ્રતિ લીટર છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, હાલ કાચા તેલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી: 101.19 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ: 107.26 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 101.72 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નાઈ: 98.96 રૂપિયા પ્રતિ લિટર
  • નોઇડા: 98.52 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગલુરુ: 104.70 રૂપિયા પ્રતિ લિટર
  • પટના: 103.79 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 105.62 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર: 108.17 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉ: 98.30 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરૂગ્રામ: 98.94 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

દિલ્હી: 88.62 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈ: 96.19 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા: 91.84 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ: 93.26 રૂપિયા પ્રતિ લિટર
નોઇડા: 89.21 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 94.04 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.55 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ: 96.69 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 97.76 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ: 89.02 રૂપિયા પ્રતિ લિટર
ગુરૂગ્રામ : 89.32 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે? સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.

English summary
People have been greatly relieved on Teacher's Day. Because today petrol and diesel prices have been reduced. Today, the price of both fuels has been reduced by 15 paise per liter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X