For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: નવરાત્રિ પહેલા ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, ચેક કરો આજના રેટ

મંગળવારે એક વાર ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મંગળવારે એક વાર ફરીથી સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. રવિવારે ડીઝલના ભાવમાં 29થી 36 પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં 25થી 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરે દેશના બધા શહેરોમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં 9 વાર ડીઝલના ભાવમાં જ્યારે પેટ્રોલના ભાવમાં 6 વાર વધારો કરવામાં આવ્યો છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 99.59 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 102.64 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 108.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 103.36 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 103.36 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 106.21 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 106.77 રૂપિયા પ્રતિ લિટર
ગુવાહાટીઃ 98.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 99.54 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 110.95 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 98.27 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 91.07 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 98.80 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.59 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 99.37 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.66 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 97.99 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 99.88 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.33 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે, અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices incresed on 5th October, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X