Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates: નોઈડામાં ઈંધણ થયુ સસ્તુ, જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ ચારે મહાનગરો સહિત દેશના લગભગ બધા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના રેટ સ્થિર છે. પરંતુ નોઈડામાં પેટ્રોલ 24 પૈસા સસ્તુ થઈને 96.76 રુપિયે પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. જ્યારે ડીઝલ 21 પૈસા સસ્તુ થઈને 89.93 રુપિયે લિટર વેચાઈ રહ્યુ છે. લખનઉમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહીં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 94.39 ડોલર થઈ ગઈ છે, તેમ છતાં સ્થાનિક ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X