Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં નજીવો ઘટાડો, અહીં જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી કે નહિ
Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, એક મહાનગર સહિત ઘણા શહેરોમાં ફેરફાર જોવા મળ્યો છે. ચેન્નઈમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 9 પૈસા સસ્તુ થયુ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 75.87 ડૉલર અને ડબ્લ્યુટીઆઈની કિંમત 75.42 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રીએ પણ થોડા દિવસ અગાઉ ઈંધણની કિંંમતમાં ઘટાડાના સંકેત આપ્યા હતા. નોંધનીય છે કે અમુક રાજ્યોમાં થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે માટે કિંમતો ઘટી શકે છે.
ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.41 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.15 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
