Fuel Rates: રાજસ્થાનમાં પેટ્રોલ પંપ માલિકોની અનિશ્ચિતકાળની હડતાળ, ગુજરાતમાં 'નો પરચેઝ'નુ એલાન, જાણો આજના ભાવ

Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 94.17 ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત 90.73 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

petrol

રાજસ્થાનમાં પેટ્રોલ પંપ સંચાલકો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. બે દિવસથી પ્રતિકાત્મક હડતાળ પર ઉતરેલા પેટ્રોલ પંપ સંચાલકોની માંગણીઓ સંતોષવામાં ન આવતા તેઓએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું છે. તેમની માંગ છે કે સરકાર રાજ્યમાં તેલના ભાવ પરનો વેટ દૂર કરે કારણ કે રાજસ્થાન સરકાર દેશમાં સૌથી વધુ વેટ છે. જેના કારણે પેટ્રોલ પંપ માલિકો અને સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતમાં પેટ્રોલિયમ ડીલર એસોસિએશને આજે હડતાળનુ એલાન કર્યુ છે. જેમાં ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપધારકો જોડાશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા હવે પડતર માંગોને લઈને આ હડતાળનુ એલાન કરવામાં આવ્યુ છે. જો કે, ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 16 મહિનાથી તેલની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી. ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે.

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર

છાત્રાની મોત બાદ હસનાર પોલીસકર્મીની હરકત પર ભારત સરકાર નારાજ, યુએસ અધિકારીઓ સામે ઉઠાવ્યો મુદ્દો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.

તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X