Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે વધ્યા કે નહિ? જાણવા માટે ક્લિક કરો અહીં

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, આવો જાણીએ.

નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. સતત બીજા દિવસે જનતાને રાહત આપવામાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલના રેટ્સ આજે વધારવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 18 દિવસેમાં ઈંધણની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 105.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 120.51 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 115.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 110.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 96.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 104.77 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 99.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 100.85 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

બીજી તરફ સીએનજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. બુધવારે અને ગુરુવારે સીએનજીમાં પાંચ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. વળી, લગભગ એક સપ્તાહમાં સીએનજીમાં ભાવોમાં 9.10 રૂપિયાનો વધારો કરવામાં આવી ચૂક્યો છે. જો કે, શુક્રવારે સીએનજીના દરોમાં કોઈ વધારો થયો નથી. અઢી રૂપિયા વધ્યા બાદ દિલ્લીમાં સીએનજીના ભાવ 69.11 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં 71.67 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X