Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, દેશનુ સૌથી સસ્તુ પેટ્રોલ આ શહેરમાં
સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે.
નવી દિલ્લીઃ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદથી ઈંધણના ભાવોમાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં વેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. ઘટાડા છતાં હાલમાં દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યુ છે. અહીં પેટ્રોલની કિંમત 116.34 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દેશનુ સૌથી સસ્તુ પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા છે.
આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ
95.41
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
103.97
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
109.98
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
104.67
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
101.40
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
100.58
રૂપિયા
પ્રતિ
લિટર
લખનઉ:
95.28
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
108.20
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ
89.40
રૂપિયા
પ્રતિ
લિટર
દિલ્લી:
86.67
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.14
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકાતા:
89.79
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
91.42
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુ:
85.01
રૂપિયા
પ્રતિ
લિટર
લખનઉ:
86.80
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદ:
94.62
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.