Fuel Rates : રક્ષાબંધન પર ભેટ તરીકે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું
ઓઇલ કંપનીઓએ રક્ષાબંધન પર લોકોને ખાસ ભેટ આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ ગયા છે. પેટ્રોલ 20 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે, જ્યારે ડીઝલની કિંમત પણ 20 પૈસા પ્રતિ લીટર નીચે આવી છે.
Fuel Rates : ઓઇલ કંપનીઓએ રક્ષાબંધન પર લોકોને ખાસ ભેટ આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ ગયા છે. પેટ્રોલ 20 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે, જ્યારે ડીઝલની કિંમત પણ 20 પૈસા પ્રતિ લીટર નીચે આવી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલની કિંમત એક મહિના બાદ ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત હવે 4,986 રૂપિયા પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. જે કારણે એક મહિના બાદ પેટ્રોલ સસ્તું થયું છે અને ડીઝલના ભાવ પણ ઘટ્યા છે.


પેટ્રોલ-ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર થાય છે
મે, જૂન અને જુલાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા તોફાની વધારાને કારણે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સદીને પાર કરી ગયા છે, જેના કારણે સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પડે છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી: 101.64 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 107.66 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 101.93 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 99.32 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 105.13 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 104.10 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 105.69 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર: 108.56 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 98.70 રૂપિયા પ્રતિ લીટર
- ગુરૂગ્રામ: 99.35 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી: 89.07 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 96.64 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 92.13 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 93.66 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 94.49 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 94.86 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 97.15 રૂપિયા પ્રતિ લિટર
- જયપુર: 98.22 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.45 રૂપિયા પ્રતિ લિટર
- ગુરૂગ્રામ: 89.75 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે? સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
