Fuel Rates: 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ શતકને પાર, જાણો આજની કિંમત
ઈંધણ કંપનીઓએ સામાન્ય લોકોને રાહત આપીને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ સામાન્ય લોકોને રાહત આપીને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી. મંગળવારે ઈંધણના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલની કિંમતોમાં 35 પૈસાનો વધારો થયો હતો જ્યારે ડીઝલના ભાવ સ્થિર હતા. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર થાય છે.

135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 4 મેથી અત્યાર સુધી 35 વાર પેટ્રોલ અને 33 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હળવી રાહત જોવા મળી છે જેના કારણે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે 4 મે પછી અત્યાર સુધી પેટ્રોલનના ભાવ 9.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 8.63 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 111.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ચૂકી છે.

આજના પેટ્રોલના ભાવ
શ્રીગંગાનગરઃ 111.14 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 99.86 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 105.92 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.75 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 99.84 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 103.2 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.49 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 102.01 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 106.64 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 96.99 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
શ્રીગંગાનગરઃ 102.6 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 89.38 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.91 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.91 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.27 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.03 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.72 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.76 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.40 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.47 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 89.75 રૂપિયા પ્રતિ લિટર












Click it and Unblock the Notifications
