For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ અદાણીએ FPO પાછો લીધા બાદ કહ્યુ - રોકાણકારોનુ હિત સર્વોપરિ, સંભવિત નુકશાનથી...

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અમારા માટે આ નૈતિક રીતે યોગ્ય નહિ રહે કે

|
Google Oneindia Gujarati News

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેરમાં હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બાદ અદાણી ગ્રુપે એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હોવા છતાં તેને પાછો લેવાનો નિર્ણય કર્યો. હવે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અમારા માટે આ નૈતિક રીતે યોગ્ય નહિ રહે કે અમે 20 હજાર કરોડના એફપીઓને વર્તમાન બજારની સ્થિતિમાં સ્વીકારીએ.

Gautam Adani

ગૌતમ અદાણીએ કહ્યુ કે મારા માટે રોકાણકારોનુ હિત સર્વોપરી છે અને પછી બીજુ બધું. તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે હું FPO પાછો ખેંચી લઉં છુ. તેમણે કહ્યુ કે આ નિર્ણયથી વર્તમાન કામગીરી અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહિ થાય. અમે અમારા પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા અને સમયસર પહોંચાડવા માટે અમારુ સંપૂર્ણ ધ્યાન આપીશુ. અદાણીએ રોકાણકારોને આપેલા નિવેદનમાં જણાવ્યુ કે એફપીઓ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયા પછી પણ અમે આવતીકાલે તેને પરત કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે તમને આશ્ચર્ય થશે. બોર્ડનુ માનવું છે કે FPO સાથે આગળ વધવુ બિલકુલ નૈતિક નથી.

ગૌતમ અદાણીએ ચાર દાયકાની તેમની બિઝનેસ સફરનો ઉલ્લેખ કરતા કહ્યુ કે હું તમારા તમામ રોકાણકારોનો આભારી છુ. મારા માટે એ સ્વીકારવુ જરૂરી છે કે મે જીવનમાં જે કંઈ પણ હાંસલ કર્યુ છે તે તમે અમારામાં બતાવેલા વિશ્વાસને કારણે જ પ્રાપ્ત કર્યુ છે. મારી સફળતા માટે હું તમારો ઋણી છુ. કંપનીની સ્થિતિ અંગે અદાણીએ કહ્યુ કે અમારી કંપનીની મૂળભૂત સ્થિતિ ઘણી મજબૂત છે, અમારી બેલેન્સ શીટ સારી છે. અમારો કેશ ફ્લો ખૂબ જ મજબૂત છે અને અમારી પાસે ઉત્તમ ટ્રેક રેકોર્ડ છે, અમે રેકૉર્ડ દેવુ ઘટાડ્યુ છે. અમે લાંબા ગાળા માટે પૈસા બનાવવા અને વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

અદાણીએ વધુમાં કહ્યુ કે એકવાર બજાર સ્થિર થઈ જાય પછી અમે ફરીથી અમારી મૂડી બજાર વ્યૂહરચનાની સમીક્ષા કરીશુ. અમને અમારી ESGમાં પૂરો વિશ્વાસ છે, અમારા તમામ વ્યવસાયો જવાબદારીપૂર્વક સારુ કામ કરવા તરફ આગળ વધી રહ્યા છે. વિશ્વભરમાં આપણે જે રીતે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કર્યા છે તે અમારા કાર્યને કાયદેસરતા આપે છે.

રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનો આભાર માનતા ગૌતમ અદાણીએ કહ્યું કે અમારા FPOને સમર્થન આપવા બદલ તમારો આભાર. ઘણા ઉતાર-ચઢાવ પછી પણ અમારામાં વિશ્વાસ રાખવા બદલ અમે તમારા આભારી છીએ. નોંધનીય છે કે જ્યારે કોઈ કંપની પ્રથમ વખત શેરબજારમાં આવે છે ત્યારે તે IPO દ્વારા આવે છે, પરંતુ જ્યારે કંપની ફરીથી રોકાણ માટે બજારમાં આવે છે, ત્યારે તેને ફોલો-અપ પબ્લિક ઓફરિંગ(FPO) કહેવામાં આવે છે. તે પ્રારંભિક જાહેર ઓફર પછી આવે છે.

English summary
Gautam Adani big statement for investors after calling off FPO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X