For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદાણીને થયુ મોટુ નુકશાન, વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં 7માં નંબરે પહોંચ્યા ગૌતમ અદાણી

ગૌતમ અદાણી માટે નવું વર્ષ ખરાબ જઈ રહ્યું છે. પહેલા અબજોપતિઓની યાદીમાં તે ત્રીજા નંબરથી ચોથા નંબર પર આવ્યા હતા, પરંતુ હવે તે સાતમા નંબર પર પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટો આંચકો લાગ્યો છે, જ્યાં તેમણે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ ગુમાવ્યું છે. હવે તે અમીરોની યાદીમાં 7મા નંબરે આવી ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ્સ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર શુક્રવારના શરૂઆતના ટ્રેડિંગ કલાકોમાં અદાણીની સંપત્તિમાં $18 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો. જેના કારણે તે સીધા 7મા સ્થાને પહોંચી ગયા હતા.

Gautam Adani

હકીકતમાં, અદાણી માટે ગત વર્ષ ખૂબ જ ખાસ હતું, જ્યાં તે અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા હતા. તે સમયે સૌથી મોટો ઉછાળો તેમની સંપત્તિમાં જોવા મળ્યો હતો. આ પછી, તેઓ લાંબા સમય સુધી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ તાજેતરમાં જ તેમની જગ્યાએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આવ્યા હતા, જેમની સંપત્તિ $ 122 બિલિયન છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટ $ 215 બિલિયન સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના પછી ટેસ્લાના માલિક એલોન મસ્ક આવે છે, જેમની સંપત્તિ લગભગ $170 બિલિયન છે, જ્યારે અદાણીની સંપત્તિ વધીને $100.4 બિલિયન થઈ ગઈ છે.

આ રિપોર્ટના કારણે થયુ નુકશાન

તમને જણાવી દઈએ કે આ બધું અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના કારણે થઈ રહ્યું છે. તાજેતરમાં તેણે જાહેરાત કરી હતી કે તે અદાણી ગ્રુપની કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચી રહ્યો છે. આ સિવાય તેમણે અદાણી ગ્રુપ પર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. આ નેગેટિવ રિપોર્ટના કારણે બુધવારે અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે તેને એક જ દિવસમાં 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ સાથે તેમની ત્રીજા અમીર વ્યક્તિની ખુરશી પણ જતી રહી અને તે ચોથા નંબર પર આવી ગયો. હવે ચોથા નંબર પરથી નીચે જતા અદાણી ગ્રુપને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ અદાણી ગ્રુપે પણ હિંડનબર્ગ રિસર્ચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

English summary
Gautam Adani reached the 7th position among the richest people in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X