For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GDP આંકડા પર બોલ્યા ચિદમ્બરમઃ અર્થવ્યવસ્થા માટે 2020-21 ચાર દશકોનુ સૌથી ખરાબ વર્ષ

નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાના ઘટાડા બાદ કોંગ્રેસે આ અંગે કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાના ઘટાડા બાદ કોંગ્રેસે આ અંગે કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ સાંસદ પી. ચિદમ્બરમે મંગળવારે કહ્યુ કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી 2018-19થી પણ ઓછુ રહ્યુ છે. 2020-21 ચાર દશકમાં ભારતીય અર્થવ્યવસ્થાનુ સૌથી ખરાબ વર્ષ રહ્યુ છે. આની કહાની 2020-21ના ચારે ત્રિમાસિકમાં જીડીપીનુ પ્રદર્શન ખુદ કહી રહી છે.

P Chidambaram

પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યુ કે અર્થવ્યવસ્થા તો 2020-21માં ચાર દશકમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી એક લાખ રૂપિયાથી નીચે ઘટીને 99,694 થઈ ગયુ છે. ગયા વર્ષની તુલનામાં તે -8.2 ટકાનો ઘટાડો છે. તેમણે કહ્યુ કે અમે એ વાતને નકારી ન શકીએ કે અર્થવ્યવસ્થાની આ ખરાબ સ્થિતિનુ કારણ કોરોનાથી પડેલ પ્રભાવ પણ છે પરંતુ મહામારીના કારણે અર્થવ્યવસ્થા પાટાથી નથી ઉતરી. અર્થવ્યવસ્થા કોરોના પહેલાથી જ નબળી પડવા લાગી હતી અને આનુ કારણ કેન્દ્રની એનડીએ સરકારની અક્ષમતા અને આર્થિક મેનેજમેન્ટની નિષ્ફળતા છે.

સરકારે જારી કર્યા છે જીડીપીના આંકડા

સરકારે સોમવારે નાણાકીય વર્ષ 2020-21ના જીડીપીના આંકડા જારી કર્યા છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય(એનએસઓ) તરફથી જારી આંકડા અનુસાર 2020-21માં જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આંકડા મુજબ ભારતીય અર્થવ્યવસ્થાના આકારમાં 2020-21 દરમિયાન 7.3 ટકા સંકોચન થયુ જ્યારે આના ગયા નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા ચાર ટકાના દરથી વધી હતી.

English summary
GDP in 2020-21 is lower than 2018-19 darkest year of economy in four decades: P Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X