For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GMR ગ્રુપે વળતર પેટે માલદીવ પાસે ૮૦ કરોડ ડોલર માગ્યા

|
Google Oneindia Gujarati News

gmr-infrastructure
નવી દિલ્હી, 16 ડિસેમ્બર : ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જીએમાર વળતર પેટે માલદીવ સરકાર પર 80 કરોડ ડોલરનો દાવો માંડવાની છે. માલદીવના પાટનગર માલેમાં પોતાની સાથે કરેલા એરપોર્ટ સોદાને રદ કરવા બદલના વળતર બદલ દાવો માંડશે. આ સામે માલદીવની સરકારનો આગ્રહ છે કે જીએમઆર જે નાણાકીય ગણતરી કરે છે તેનું ફોરેન્સિક ઓડિટ થવું જોઈએ, કારણ કે પ્રોજેક્ટનો અસલ અંદાજિત ખર્ચ અડધાથી પણ ઓછો છે.

GMR (એરપોર્ટ્સ)ના CFO સિદ્ધાર્થ કપૂરે કહ્યું છે કે, અમે વળતર પેટે 80 કરોડ ડોલર ચૂકવવા માટે માલદીવ સરકારને નોટિસ મોકલાવી છે. આ રકમ અમારો પ્રારંભિક અંદાજ છે. અંતિમ આંકડો નફો ઉપરાંત જુદા જુદા પ્રકારની ગણતરી કરાયા બાદ નક્કી કરાશે.

GMRના દાવા અંગે માલદીવના પ્રમુખ મોહમ્મદ વહીદના પ્રેસ સેક્રેટરી મસૂદ ઈમાદે જણાવ્યું છે સરકારે આ ગણતરીને નકારી કાઢી છે અને કહ્યું છે કે આ ગણતરીનું કોઈક ઈન્ટરનેશનલ કંપની મારફત ફોરેન્સિક ઓડિટ કરાવું જોઈએ. અમે ફોરેન્સિક ઓડિટ કરાવવા માગીએ છીએ કારણ કે અમે જાણવા માગીએ છીએ કે માલે ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ મારફત જીએમઆરના ખાતામાં કેટલા નાણાં ઠલવાયા છે તેમજ પ્રોજેક્ટ પાછળ ખરેખર કેટલા નાણાં વપરાયા છે. અમને મળેલી માહિતી અનુસાર, જીએમઆરે એક બેન્ક પાસેથી 35 કરોડની લોન મંજૂર કરાવી છે, પણ એમાંથી તેણે માત્ર 15 કરોડ જ મેળવ્યા છે.

આ મુદ્દે જ્યારે કપૂરને પૂછવામાં આવ્યું કે તમે ફોરેન્સિક ઓડિટ કરાવવા તૈયાર છો? ત્યારે તેમણે કહ્યું કે અમારી એકાઉન્ટ બૂક્સ ખુલ્લી જ છે. માલદીવ સરકાર સાથે અમે જ્યારે કન્સેશનનો એગ્રીમેન્ટ કરેલો ત્યારે એમાં ફોરેન્સિક ઓડિટ કરાવવાની કોઈ શરત રખાઈ નહોતી. તેમ છતાં અમને એવા ઓડિટ સામે કોઈ વાંધો નથી, પણ એ કામ યોગ્ય કાનૂની પ્રક્રિયા મારફત થવું જોઈએ.

English summary
GMR group claiming 80 million dollars as compensation from Maldives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X