Gold Price 14 May: સોનું ખરીદતા પહેલાં જાણી લો આજનો ભાવ, કિંમતમાં ઘટાડો થયો

Gold Price 14 May: સોનું ખરીદતા પહેલાં જાણી લો આજનો ભાવ, કિંમતમાં ઘટાડો થયો

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે બહુ મહત્વપૂર્ણ સમાચાર છે. સોનાની કિંમતમાં મેના બીજા અઠવાડિયામાં ભારે ગિરાવટ આવી છે. ફરી એકવાર સોનું ગગળ્યું છે. 22 કેરેટ વાળું સોનું 13 મેના રોજ ગગડીને 45710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. મે મહિનાના બીજા અઠવાડિયામાં સોનાની કિંમતમાં ગિરાવટ ચાલુ રહી.

સસ્તું થયું સોનું

સસ્તું થયું સોનું

સોનાની કિંમતમાં 13 મેના રોજ ગિરાવટ આવી છે. અક્ષય તૃતીયા પહેલાં સોનાની કિંમતમાં ગિરાવટ આવી છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ મુજબ આજે સોનાની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ ગ્રામની કમી આવી છે. એટલે કે 10 ગ્રામ સોનાની કિંમતમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ ગિરાવટ સાથે 22 કેરેટ શુદ્ધતાવાળાં સોનાની કિંમત 45720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે જ્યારે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત ગગળીને 49900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે.

ચાંદીની આજની કિંમત

ચાંદીની આજની કિંમત

જો ચાંદીની કિંમતની વાત કરીએ તો 13 મેના રોજ ચાંદીના ભાવમાં 370 રૂપિયાની ગિરાવટ આવી છે અને ચાંદી ગગળીને 71130 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે 12 મેના રોજ ચાંદીની કિંમત 71500 રૂપિયા પ્રતિ કિલો પર હતી. મહાનગરોમાં ચાંદીની કિંમતની વાત કરીએ તો ચેન્નઈમાં આજે 76000, મુંબઈમાં 71300, કોલકાતામાં 71130 અને દિલ્હીમાં પણ 71130 રૂપિયા પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે.

દેશના મહાનગરોમાં આજના સોનાના રેટ

દેશના મહાનગરોમાં આજના સોનાના રેટ

દેશના મહાનગરોમાં આજે સોનાના રેટની વાત કરીએ તો આજે દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાવાળું સોનું 49900 રૂપિયા અને 22 કેરેટ શુદ્ધતાવાળું સોનું 45720 પર પહોંચી ગયું છે. મુંબઈમાં 22 કેરેટનું સોનું 44720 રૂપિયા, 24 કેરેટ સોનું 45720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં 22 કેરેટ વાળું સોનું 45000 અને 24 કેરેટ વાળું સોનું 49049 પર પહોંચી ગયું છે. કોલકાતામાં 22 કેરેટ વાળા સોનાની કિંમત 45800 અને 24 કેરેટ વાળા સોનાની કિંમત 49580 પ્રતિ 10 ગ્રામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X