For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની કિંમત 11 મહિનાના નીચલા સ્તરે પહોંચી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 મે : સોનાની કિંમત 11 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઇ છે. ગુરુવારે સોનાની કિંમત 27,500 રૂપિયાના સ્તરે પહોંચી ગઇ હતી. આ સાથે ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો થયો છે. એક કિલો ચાંદીની કિંમત 500 રૂપિયા ઘટીને 40,500 રૂપિયા આવી ગઇ છે.

માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાની અસર ભારતમાં જોવા મળી રહી છે. અમેરિકાની નબળી અર્થવ્યવસ્થાને જોતા જે લોકો સોનાના રૂપમાં સુરક્ષિત રોકાણ કરી રહ્યા છે, તેઓ પોતાના પૈસા સોનામાંથી કાઢીને અન્ય જગ્યાઓ પર લગાવી રહ્યા છે. આ કારણે સોનાની માંગ ઘટી રહી છે.

gold-coin-bar

આંતરરાષ્ટ્રીય માર્કેટ જોઇએ તો સોનાની માંગ ઘટી છે. ચીનમાં પણ માંગ ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાની કિંમત ઘટી છે. ન્યુયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જમાં ઓગસ્ટ માટે થયેલા ફ્યુચર સૌદાઓમાં સોનાની કિંમતમાં 0.06 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ રોકાણકારોને આશા છે કે સોનાની આયાત પર પ્રતિબંધ ઘટાડાશે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક વાર સોનાની આયાતનો મુદ્દો ઉઠાવતા જોવા મળ્યા હતા. તેમણે યુપીએ સરકાર પર સોનાની દાણચોરી વધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગુરુવારે શેર બજારોમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. સેન્સેક્સ 322 પોઇન્ટ ઘટીને 24234 પોઇન્ટ પર આવીને બંધ થયું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 94 પોઇન્ટ નીચે જઇને 7235 પર આવી ગયો હતો.

English summary
Gold prices down to 11 months low level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X