Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today 27 December 2025: વર્ષ 2025 વિદાય લેતા પહેલા સોના અને ચાંદીના ભાવમાં મોટો ધડાકો થયો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય બજારમાં સોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,40,180 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પણ સોનું 1.40 લાખને પાર કરી ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 4,530.42 ડોલર પ્રતિ ઔંસના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વર્ષ 2025 રોકાણકારો માટે જેકપોટ સાબિત થયું છે, કારણ કે આ એક જ વર્ષમાં સોનાએ 80 ટકા થી વધુનું વળતર આપ્યું છે. વૈશ્વિક અસ્થિરતા, ડોલરમાં ઉતાર-ચઢાવ અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે સોનાની ચમક સતત વધી રહી છે.
ગુજરાત અને દેશના 10 મોટા શહેરોમાં સોનાના ભાવ (27 ડિસેમ્બર 2025)
🔹 દિલ્હી: 24 કેરેટ - ₹1,40,180 | 22 કેરેટ - ₹1,28,510 | 18 કેરેટ - ₹1,04,332
🔹 મુંબઈ: 24 કેરેટ - ₹1,40,003 | 22 કેરેટ - ₹1,28,360 | 18 કેરેટ - ₹1,04,252
🔹 અમદાવાદ: 24 કેરેટ - ₹1,40,080 | 22 કેરેટ - ₹1,28,410 | 18 કેરેટ - ₹1,04,310
🔹 ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,40,003 | 22 કેરેટ - ₹1,28,360 | 18 કેરેટ - ₹1,04,252
🔹 કોલકાતા: 24 કેરેટ - ₹1,40,003 | 22 કેરેટ - ₹1,28,360 | 18 કેરેટ - ₹1,04,252
🔹 હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,40,003 | 22 કેરેટ - ₹1,28,360 | 18 કેરેટ - ₹1,04,252
🔹 જયપુર: 24 કેરેટ - ₹1,40,180 | 22 કેરેટ - ₹1,28,510 | 18 કેરેટ - ₹1,04,332
🔹 ભોપાલ: 24 કેરેટ - ₹1,40,080 | 22 કેરેટ - ₹1,28,410 | 18 કેરેટ - ₹1,04,310
🔹 લખનૌ: 24 કેરેટ - ₹1,40,180 | 22 કેરેટ - ₹1,28,510 | 18 કેરેટ - ₹1,04,332
🔹 ચંદીગઢ: 24 કેરેટ - ₹1,40,180 | 22 કેરેટ - ₹1,28,510 | 18 કેરેટ - ₹1,04,332
Silver Price In India Today (27 December 2025): સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ રોકેટ ગતિએ તેજી જોવા મળી રહી છે. 27 ડિસેમ્બરે ચાંદીનો ભાવ વધીને ₹2,40,100 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. વર્ષ 2025માં ચાંદીએ અંદાજે 163 ટકાની મજબૂતી નોંધાવી છે. ઔદ્યોગિક માંગમાં વધારો અને વૈશ્વિક સપ્લાયમાં અછતને કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે.
દેશમાં કેવી રીતે નક્કી થાય છે ભાવ?
ભારતમાં સોના-ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના રેટ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક), જીએસટી અને સ્થાનિક ઝવેરીઓના મેકિંગ ચાર્જ પર આધારિત હોય છે. અત્યારે લગ્નસરાની ખરીદી અને નવા વર્ષના રોકાણના કારણે માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આ જ સ્થિતિ રહી તો વર્ષ 2026માં પણ સોનું નવા રેકોર્ડ સર્જી શકે છે.












Click it and Unblock the Notifications
