Gold Rate Today: 5 ફેબ્રુઆરીના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate Today 5 February 2026: છેલ્લા કેટલાક દિવસોની ચલચલ પછી સોનાના ભાવે ફરીથી ગતિ પકડી છે. ડોલરની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજી બાદ નફાબૂકીને કારણે જે ઘટાડો જોવા મળ્યો હતો, તે હવે અટકતો જણાય છે. નીચલા સ્તરે મજબૂત ખરીદીએ સોનાને ટેકો આપ્યો છે, જ્યારે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી છે.

જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો, સતત ત્રીજા દિવસે સોનાની ચમક વધી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 6280 રૂપિયા મોંઘું થયું છે, જ્યારે 22 કેરેટ સોનામાં 5760 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે એટલે કે 5 ફેબ્રુઆરી 2026ના રોજ પણ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 10 રૂપિયાનો નજીવો ઉછાળો જોવા મળ્યો હતો.
Gold Rate Today In India: 5 ફેબ્રુઆરી 2026: દેશના 10 મોટા શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવ
🔹દિલ્હી: 24 કેરેટ - ₹1,59,600 | 22 કેરેટ - ₹1,46,310 | 18 કેરેટ - ₹1,19,740
🔹મુંબઈ: 24 કેરેટ - ₹1,59,450 | 22 કેરેટ - ₹1,46,160 | 18 કેરેટ - ₹1,19,590
🔹કોલકાતા: 24 કેરેટ - ₹1,59,450 | 22 કેરેટ - ₹1,46,160 | 18 કેરેટ - ₹1,19,590
🔹ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,62,570 | 22 કેરેટ - ₹1,49,010 | 18 કેરેટ - ₹1,27,510
🔹બેંગલુરુ: 24 કેરેટ - ₹1,59,450 | 22 કેરેટ - ₹1,46,160 | 18 કેરેટ - ₹1,19,590
🔹હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,59,450 | 22 કેરેટ - ₹1,46,160 | 18 કેરેટ - ₹1,19,590
🔹લખનૌ: 24 કેરેટ - ₹1,59,600 | 22 કેરેટ - ₹1,46,310 | 18 કેરેટ - ₹1,19,740
🔹પટના: 24 કેરેટ - ₹1,59,500 | 22 કેરેટ - ₹1,46,210 | 18 કેરેટ - ₹1,19,640
🔹જયપુર: 24 કેરેટ - ₹1,59,600 | 22 કેરેટ - ₹1,46,310 | 18 કેરેટ - ₹1,19,740
🔹અમદાવાદ: 24 કેરેટ - ₹1,59,500 | 22 કેરેટ - ₹1,46,210 | 18 કેરેટ - ₹1,19,640
Silver Rate In India 5 February 2026: ચાંદીની હાલત પણ ખરાબ
ચાંદીની ચાલ પણ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. ઘટાડા બાદ તેમાં સતત બીજા દિવસે મજબૂતી આવી છે. છેલ્લા પાંચ દિવસમાં એક કિલો ચાંદી આશરે 1.30 લાખ રૂપિયા સસ્તી થઈ હતી, પરંતુ હવે બે દિવસમાં તેમાં 40,100 રૂપિયાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. જોકે આજે દિલ્હીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા ઘટીને 3,20,100 રૂપિયા પર આવી ગયા છે. આ જ ભાવ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે.
ભારતમાં સોના અને ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
દેશમાં સોના અને ચાંદીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારના ટ્રેન્ડ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત શુલ્ક (ઈમ્પોર્ટ ડ્યુટી), ટેક્સ, માંગ અને પુરવઠા જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. આ ઉપરાંત સ્થાનિક ઝવેરીઓનો ખર્ચ અને મેકિંગ ચાર્જ પણ રિટેલ ભાવને અસર કરે છે, તેથી જ અલગ-અલગ શહેરોમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે.












Click it and Unblock the Notifications
