For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Silver Price : સોનાના ભાવ રેકોર્ડ સ્તરે, વર્ષના એક ક્વાર્ટરમાં સૌથી વધુ દર

યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલા બાદ વિશ્વ બજાર પર અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

Gold Silver Price : યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલા બાદ વિશ્વ બજાર પર અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. બીજી તરફ કાચા તેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

હજૂ વધુ તેજી

હજૂ વધુ તેજી

આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. www.ibjarates.com અનુસાર, શુક્રવારના રોજ સવારે 999 શુદ્ધતાના સોનાની કિંમત નજીવીવધીને રૂપિયા 51,689 થઈ ગઈ હતી. જોકે, સવારે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સત્રની શરૂઆતમાં સોનું 51,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજીતરફ ચાંદીનો ભાવ રૂપિયા 68,015 પ્રતિ કિલો બંધ રહ્યો હતો.

14 મહિનાની ટોચે

14 મહિનાની ટોચે

વૈશ્વિક બજારમાં ઉછાળાને કારણે શુક્રવારના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. MCX પર, બપોરે 1 વાગ્યાનીઆસપાસ, એપ્રિલ ડિલિવરી સોનું રૂપિયા 51,954 અને જૂન ડિલિવરી સોનું 52,217ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. એ જ રીતે મે ડિલિવરી સાથે ચાંદી 68,230ના સ્તરે ટ્રેડ થઈરહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1942 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. તે જ સમયે, ચાંદીની કિંમત 25.26 ડોલરના સ્તર પર છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આગામી સમયમાંસોના-ચાંદીના ભાવમાં હજૂ વધુ વધારો થશે.

સોનાની શુદ્ધતા કેવી રીતે માપશો

સોનાની શુદ્ધતા કેવી રીતે માપશો

  • 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું છે
  • 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું છે
  • 21 કેરેટના દાગીના 875 થી થાય છે
  • 18 કેરેટના દાગીના પર 750 લખેલું છે
  • 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલું છે
આ રીતે જાણો સોના-ચાંદીના ભાવ

આ રીતે જાણો સોના-ચાંદીના ભાવ

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર કિંમત તપાસવી જ જોઈએ. રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીનેસરળતાથી જાણી શકો છો.

આ માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ પછી તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટરેટ ચેક કરી શકો છો.

English summary
Gold Silver Price : Gold prices hit record highs, the highest in a quarter of a year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X