Gold Rate Today: ક્રિસમસ પર સોનું સસ્તું થયું કે મોંઘુ? જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today 25 December 2025: ક્રિસમસના પવિત્ર તહેવાર પર સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ તેમજ ખરીદદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 25 ડિસેમ્બર 2025ના રોજ દેશભરમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,090 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં પણ કિંમતોમાં વધારો નોંધાયો છે.

વૈશ્વિક બજારમાં સોનાની મજબૂતી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,525.96 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અંદાજે 73.7 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.
Gold Rate In India: દેશના 10 મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (25 ડિસેમ્બર, 2025)
🔹 દિલ્હી: 24 કેરેટ - ₹1,39,090 | 22 કેરેટ - ₹1,23,140 | 18 કેરેટ - ₹1,02,270
🔹 મુંબઈ: 24 કેરેટ - ₹1,38,940 | 22 કેરેટ - ₹1,27,360 | 18 કેરેટ - ₹1,02,200
🔹 અમદાવાદ: 24 કેરેટ - ₹1,38,990 | 22 કેરેટ - ₹1,27,410 | 18 કેરેટ - ₹1,02,240
🔹 ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,38,940 | 22 કેરેટ - ₹1,27,360 | 18 કેરેટ - ₹1,02,200
🔹 કોલકાતા: 24 કેરેટ - ₹1,38,940 | 22 કેરેટ - ₹1,27,360 | 18 કેરેટ - ₹1,02,200
🔹 હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,38,940 | 22 કેરેટ - ₹1,27,360 | 18 કેરેટ - ₹1,02,200
🔹 જયપુર: 24 કેરેટ - ₹1,38,990 | 22 કેરેટ - ₹1,27,510 | 18 કેરેટ - ₹1,02,240
🔹 ભોપાલ: ૨૪ કેરેટ - ₹૧,૩૪,૨૨૦ | 22 કેરેટ - ₹1,27,410 | 18 કેરેટ - ₹1,00,660
🔹 લખનૌ: 24 કેરેટ - ₹1,39,090 | 22 કેરેટ - ₹1,27,510 | 18 કેરેટ - ₹1,02,270
🔹 ચંદીગઢ: 24 કેરેટ - ₹1,39,090 | 22 કેરેટ - ₹1,27,510 | 18 કેરેટ - ₹1,02,270
Silver Price In India Today (25 December 2025): સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત ₹2,33,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વર્ષ 2025માં ચાંદીએ રોકાણકારોને માલામાલ કર્યા છે, કારણ કે સ્થાનિક બજારમાં આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી 153 ટકા મોંઘી થઈ ચુકી છે.
વર્ષ 2025: સોના-ચાંદી માટે 'ગોલ્ડન વર્ષ'
જો આખા વર્ષના આંકડા જોઈએ તો:
- સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ સોનું ₹76,162 હતું, જે હવે ₹1,36,627ને પાર કરી ગયું છે. એટલે કે વર્ષમાં ₹60,473નો વધારો થયો છે.
- ચાંદી: વર્ષની શરૂઆતમાં ₹86,017 પ્રતિ કિલોના ભાવે મળતી ચાંદી અત્યારે ₹2,18,983ને પાર કરી ગઈ છે.












Click it and Unblock the Notifications
