For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી અને વૈશ્વિક બજારોને કારણે સોના ચાંદીમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 ઓક્ટોબર : વૈશ્વિક બજારોમાં સોનાના ભાવો વધવા ઉપરાંત સ્થાનિક બજારોમાં દિવાળીના તહેવાર નિમિત્તે જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા સોનાની ખરીદી કરવામાં આવતા પ્રતિ 10 ગ્રામ રૂપિયા 75ના વધારા સાથે સોનાની કિંમતો રૂપિયા 27,775ના સ્તરે પહોંચી હતી.

આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ રૂપિયા 225નો સુધારો જોવા મળ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને સિક્કા બનાવનારાઓની ભારે માંગને પગલે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા 38,850ના ભાવે પહોંચી હતી.

gold-bar-coins-1

આ વધારા અંગે વેપારીઓનું કહેવું છે કે દિવાળીના તહેવારની મોસમ ઉપરાંત વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત બનતા સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ સુધારો સોના ચાંદીના ભાવમાં રિકવરી છે.

સામાન્ય રીતે ભારતમાં લંડનના બુલિયન માર્કેટને આધારે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થાય છે. આ માર્કેટમાં સોનાની કિંમતોમાં પ્રતિ ઓંસ 0.3 ટકા એટલે 1,241.36 અમેરિકન ડોલર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે દિલ્હીમાં સોનાની કિંમતોમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 75નો વધારો જોવા મળ્યો હતો. જેના પગલે 99.9 શુદ્ધતાના સોનાની કિંમત રૂપિયા 27,775 અને 99.5 શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 27,575 પર પહોંચી હતી. નોંધનીય છે કે ગયા શનિવારે તેમાં રૂપિયા 160નો કડાકો બોલ્યો હતો.

English summary
Gold, Silver Rebound On Festive Buying, Global Cues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X