For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદમાં લૉન્ચ થયું ભારતનું પ્રથમ Gold ATM

હૈદરાબાદમાં ભારતનું પહેલું ગોલ્ડ એટીએમ અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લૉન્ચ થયું.

|
Google Oneindia Gujarati News

નાના-મોટા શહેરોમાં ગલીએ ગલીએ એટીએમ લાગેલાં હોય છે, પૈસા ગજવામાં ખૂટી જાય એટલે આપણે તરત એટીએમ એ દોડી જતા હોઈએ છીએ. એટીએમને કારણે આપણે પૈસા ઉપાડવા બેંકોમાં લાંબી લાઈનો લગાવવામાંથી મુક્તિ મળી છે, પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે સોનું પણ એટીએમમાંથી મળશે? જી હાં, તમે સાચું વાંચ્યું. હૈદરાબાદમાં એક એવું GOLD ATM શરૂ કરવામાં આવ્યું છે જે પૈસા નહીં પણ સોનાના સિક્કા બહાર કાઢે છે.

gold atm

હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ Opencube Technologies સાથે મળીને Goldsikka દ્વારા બેગમપેટ ખાતે ભારતનું પ્રથમ Gold ATM લૉન્ચ કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ હોવાની સાથે જ વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ પણ છે.

Goldsikkaના સીઈઓ સાય તરુજે જણાવ્યા મુજબ આ Gold ATM 0.5 ગ્રામથી 100 ગ્રામ સુધીના વિવિધ મૂલ્યોના સિક્કાનું વિતરણ કરી શકે છે, સોનાના સિક્કા ખરીદવા માટે ગ્રાહકો ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. તેમણે જણાવ્યું, "કિંમત અંગે પારદર્શકતા રહે તે માટે ગ્રાહકને ગોલ્ડ એટીએમ સ્ક્રીન પર સોનાના સિક્કાની કિંમત જીવંત પ્રદર્શિત કરવામાં આવે છે અને સિક્કાઓને 999 શુદ્ધતાના પ્રમાણિત ટેમ્પર પ્રૂફ પેકમાં વિતરિત કરવામાં આવે છે."

કંપની હૈદરાબાદમાં સોનાના કુલ 3 એટીએમ લૉન્ચ કરવાની યોજના ધરાવે છે જેમાં હૈદરાબાદના એરપોર્ટ તથા ઓલ્ડ સિટીમાં આ એટીએમ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત કરીમનગર અને વારંગલમાં પણ ગોલ્ડ એટીએમ શરૂ કરવાની કંપનીએ દરખાસ્ત કરી છે. ગોલ્ડસિક્કા કંપનીના સીઈઓ તરુજે વધુમાં જણાવ્યું કે, આગામી બે વર્ષમાં દેશભરમાં 3000 ગોલ્ડ એટીએમ લૉન્ચ કરવાની યોજના છે.

લૉન્ચ પ્રોગ્રામમાં તેલંગણા મહિલા આયોગના ચેરપર્સન સુનિતા લક્ષ્મી રેડ્ડીએ ભાગ લીધો હતો, આ ઉપરાંત ગોલ્ડસિક્કાના ચેરપર્સન અંબિકા બર્મન, ઓપનક્યૂબ ટેક્નોલોજીસના સીઈઓ પી વિનોદ કુમાર અને ટી-હબના સીઈઓ એમ શ્રીનિવાસ રાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
goldsikka plans to launch 3000 gold atm in coming 2 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X