For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુડ ન્યૂઝઃ જાન્યુઆરીમાં રેકોર્ડ 1.20 લાખ કરોડનું GST કલેક્શન થયું

ગુડ ન્યૂઝઃ જાન્યુઆરીમાં રેકોર્ડ 1.20 લાખ કરોડનું GST કલેક્શન થયું

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1લી ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. આજે સંસદમાં 11 વાગ્યે બજેટ રજૂ થનાર છે, જે અગાઉ કેન્દ્રીય મંત્રિમંડળની બેઠક થશે. આ બેઠક 10.15 વાગ્યે થશે. સામાન્ય બજેટ રજૂ કરતા પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ગુડ ન્યૂઝ ટ્વીટ કર્યા છે. જે દેશની અર્થવ્યવસ્થા માટે ગુડ ન્યૂઝ છે. નાણામંત્રીએ જાણકારી આપી છે કે જાન્યુઆરી 2021માં રવિવારે સાંજે 6 વાગ્યા સુધી 1,19,847 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. નિર્મલા સીતારમણે આ જાણકારી પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટથી રિટ્વીટ કરી છે. પાછલા વર્ષના જાન્યુઆરી 2020ના જીએસટી કલેક્શનની સરખામણીએ આ વખતે 8 ટકા વધુ રાજસ્વ મળ્યું છે.

nirmala sitharaman

નાણા મંત્રાલયે જાણકારી આપી છે કે જાન્યુઆરી 2021માં જીએસટી રાજસ્વ 1,19,847 લાખ કરોડ છે, જેમાંથી SGST 29014 કરોડ, IGST 60288 કરોડ, CGST 21923 કરોડ અને Cess 8622 કરોડ રૂપિયા સામેલ છે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે ડિસેમ્બરથી જાન્યુઆરી 2021 સુધી ભરાયેલાં GSTR-3B રિટર્નની કુલ સંખ્યા 90 લાખ છે.

નાણા મંત્રાલયે જાણકારી આપી છે કે પાછલા ચાર મહિનામાં જીએસટી રાજસ્વ એક લાખ કરોડની આસપાસ રહ્યું છે. સરકારે કહ્યુ્ં કે જીએસટીમાં વધારો એ વાતનો સંકેત છે કે કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થા તેજીથી ઉભરી રહી છે. જાન્યુઆરી 2021ના જીએસટી રેવન્યૂ 2017માં જીએસટી લાગૂ થયા બાદથી સૌથી વધુ છે. જેણે 1.2 લાખ કરોડ રૂપિયાનો આંકડો આંબી લીધો છે. ડિસેમ્બર 2020માં જીએસટી રેવન્યૂ 1.15 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.

Budget Expectations 2021: આ વખતેના બજેટમાં નોકરિયાતોને મળી શકે 3 ભેટBudget Expectations 2021: આ વખતેના બજેટમાં નોકરિયાતોને મળી શકે 3 ભેટ

English summary
Good news: A record GST collection of Rs 1.20 lakh crore was made in January
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X