For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા સમાચારઃ નાના વેપારીઓને મળશે દર મહિને 3 હજારનું પેન્શન

મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી બેઠક યોજાઈ ગઈ. મોદી સરકારના બીજા કાર્યકાળની આ પહેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી બેઠક યોજાઈ ગઈ. મોદી સરકારના બીજા કાર્યકાળની આ પહેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. જેમાં નાના વેપારીઓે માટે પેન્શન સ્કીમ પણ છે. નાના દુકાનદારો અને વેપારીઓ માટે નવી સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવાના નિર્ણયને મંજૂરી મળી ગઈ છે. જે અતંર્ગત 60 વર્ષની ઉંમર બાદ નાના વેપારીઓને દર મહિને ઓછામાં ઓછા 3 હજારનું પેન્શન મળશે. જે વેપારીઓનું GST ટર્ન ઓવર 1.5 કરોડથી ઓછું છે, તેમને આ યોજનાનો લાભ મળશે. દેશભરના વેપારીઓના સંગઠન અખિલ ભારતીય સંગઠન કૈટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું આ નિર્ણયથી વેપારીઓ વિશે પીએમ મોદી કેટલા ચિંતિત છે, તે જાહેર થાય છે.

આ પણ વાંચો: મોંઘવારી ભથ્થામાં વધારો, લાખો કર્મચારીઓને ફાયદો મળશે

પહેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

પહેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ચૂંટણી ઢંઢેરાના આ વાયદાને પૂર્ણ કરવા પણ નિર્મય લેવાયો. મોદી સરકારની બીજી ટર્મમાં આ યોજનાનો લાભ દેશના 3 કરોડતી વધુ રિટેલ વેપારીઓ અને દુકાનદારો તેમજ પોતાનો બિઝનેસ કરતા લોકોને મળશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આગામી ત્રણ વર્ષ દરમિયાન લગભગ 5 કરોડ દુકાનદારો આ યોજનામાં જોડાય તેવી આશા છે.

વેપારી પેન્શન યોજનાનો લાભ

વેપારી પેન્શન યોજનાનો લાભ

કેન્દ્રીય કેબિનેટને નાના વેપારીઓ માટે નવી સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ વેપારીઓને ઓછામાં ઓછું 3 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. તમને જણાવી દઈએ કે જેનું જીએસટી ટર્ન ઓવર વાર્ષિક 1.5 કરોડથી ઓછું હશે તેમને આ લાભ મળશે. 60 વર્ષથી ઉંમર પાર કર્યા બાદ વેપારી કે તેના પરિવારને ઓછામાં ઓછા 3 હજારનું માસિક પેન્શન મળશે. જણાવી દઈએ કે વાર્ષિક દોઢ કરોડથી ઓછો બિઝનેસ કરતા તમામ દુકાનદારો, સેલ્ફ એમ્પ્લોય લોકો અને રિટેલ વેપારીઓ જેમની ઉંમર 18થી 40 વર્ષની છે, તે આ યોજનાનો લાભ લઈ શકે છે.

ક્યાં કરવી પડશે અરજી

ક્યાં કરવી પડશે અરજી

આ યોજનાોન લાભ ઉઠાવવા માટે 18થી 40 વર્ષના વેપારીઓએ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે વેપારીએ પોતાના તરફથી પણ કોન્ટ્રીબ્યુશન કરવું પડશે, અને સરકાર પોતે પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન વેપારીના ખાતામાં જમા કરશે. વેપારીએ આ માટે દેશભરમાં રહેલા 3.25 લાખ કોમ સર્વિસ કેન્દ્રમાંથી ગમે ત્યાં પોતાને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ યોજના અંતર્ગત 3 વર્ષમાં દેશભરમાં 5 કરોડ નાના વેપારીઓનું રજિસ્ટ્રેશન થશે.

English summary
Good news: Small business owners will get 3 thousand pensions every month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X