For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓનલાઇન રિટેલર્સની ફેસ્ટિવલ ઓફરની જંગમાં ગૂગલની કમાણી વધી

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 9 ઓક્ટોબર : ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. ભારતમાં વેપારીઓ ધમાકેદાર છૂટ આપી રહ્યા છે. ત્યારે ભારતના ઇ કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઇન રિટેલર્સ પણ ભારેખમ ડિસ્કાઉન્ટ આપીને કમાણી કરવામાં પડ્યા છે. આ હરિફાઇનો લાભ ગૂગલને પણ મળી રહ્યો છે.

ભારતના અગ્રણી બિઝનેસ સમાચારપત્ર ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતની ઇ-કોમર્સ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાનો ફાયદો એવી કંપનીને થયો છે જે હરીફાઈમાં સામેલ જ નથી. ગ્રાહકો સુધી પહોંચવાના ઇ-કોમર્સ કંપનીઓના જોરદાર ખર્ચને પગલે માર્ચ 2015માં ગૂગલની ભારત ખાતેની આવક એક અબજ ડોલર (રૂપિયા 6,000 કરોડ) પહોંચવાનો અંદાજ છે.

આ અંગે કંપનીએ આપેલી માહિતી અનુસાર માર્ચ 2014માં પૂરા થયેલા વર્ષે ગૂગલની આવક રૂપિયા 3,000 કરોડને વટાવી ગઈ છે. આવકમાં આ વધારો અગાઉના વર્ષની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2013માં ગૂગલની વૈશ્વિક આવક 58 અબજ ડોલર હતી.

google-doodle-lok-sabha-election-2014

મિંત્રાના ભૂતપૂર્વ ડિજિટલ માર્કેટિંગ હેડ વાસુદેવન ટીએ જણાવ્યું હતું કે 'માર્કેટિંગ બજેટમાં મોટો ઉછાળો નોંધાયો છે. અત્યારે કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાનો માહોલ છે અને કીવર્ડ માટે જે સૌથી વધુ નાણાં ચૂકવે તેને સફળતા મળે છે.'

ગૂગલ, ફેસબુક અને ટ્વિટર માટે ભારતીય બજારનું સમીકરણ સમજવું મુશ્કેલ છે. અમેરિકાની બહાર તેમના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે, પરંતુ આ બજારમાં નાણાં કમાવાનું મુશ્કેલ છે. જોકે, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી રોકડથી સમૃદ્ધ કંપનીઓએ વધુ ગ્રાહકો મેળવવા ઓનલાઇન એડ્વર્ટાઇઝિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઈન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IAMAI)ના મીડિયા અને રિસર્ચ વડા નીલોત્પલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે 'આ કંપનીઓના ડિજિટલ એડ્ ખર્ચમાં મોટો ઉછાળો નોંધાશે. અત્યારથી જ અમે આ ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ.' ડિજિટલ એડ્ માર્કેટમાં સૌથી વધુ ખર્ચ કરનારમાં ઇ-કોમર્સ કંપનીઓનો સમાવેશ થાય છે. IAMAIના જણાવ્યા અનુસાર ડિજિટલ એડ્ના કુલ ખર્ચમાં ઇ-કોમર્સનો હિસ્સો 18 ટકા છે.

ઇ-કોમર્સ કંપનીઓ માટે સોશિયલ મીડિયાની સાથે સર્ચ સૌથી મોટી માર્કેટિંગ ચેનલ છે. સામાન્ય રીતે વિવિધ ઓનલાઇન બિઝનેસનો માર્કેટિંગ ખર્ચ કુલ વેચાણના 25 ટકા હોય છે. ઇ-કોમર્સ કંપનીઓ માટે આ આંકડો 50 ટકા સુધી જઈ શકે.

ગૂગલ ભારતને તેના સૌથી વધુ ઝડપે વધી રહેલાં બજારોમાં ગણે છે અને એટલે તે અહીં નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે. તાજેતરમાં મહત્ત્વાકાંક્ષી એન્ડ્રોઇડ વન પ્રોજેક્ટમાં ગૂગલે નીચા ભાવે સ્માર્ટ ફોન લોન્ચ કરવા સ્થાનિક ઉત્પાદકો સાથે હાથ મિલાવ્યા હતા.

ગૂગલે તેની ભારત ખાતેની આવકનો આંકડો આપવાનો ઇનકાર કર્યો હતો. ભારતમાં વધતી આવક સાથે ગૂગલ ટેક્સ વિવાદમાં પણ ફસાઈ છે. ભારતના ટેક્સ સત્તાવાળાની માંગણી સામે ગૂગલે કાનૂની અરજી કરી છે અને એટલે વર્ષ 2007થી 2013 વચ્ચે કંપનીએ 'વિરોધ સાથે આવકવેરાની ચુકવણી' હેઠળ રૂપિયા 311 કરોડ ચૂકવ્યા છે.

English summary
Google earning rise in discount battle of online retailers festival offers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X