For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિપ્ટોકરન્સી વિશે સરકાર અને RBI કરી રહ્યા છે વિચાર, જલ્દી લેવામાં આવશે નિર્ણયઃ નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણએ ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં ઘણા મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં ઘણા મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ. આમાં ઈંધણના વધતા ભાવ, પેટ્રોલ-ડીઝલને જીએસટીની સીમામાં લાવવા, ડિજિટલ કરન્સી અને ચીની રોકાણ જેવા મુદ્દાઓ મુખ્ય હતા. વળી, ક્રિપ્ટોકરન્સી માટે નાણામંત્રીએ કહ્યુ કે સરકારે ક્રિપ્ટોકરન્સીની બ્લૉકચેન અને ફિનટેક માટે વિકલ્પ બંધ નથી કર્યા. તેમણે કહ્યુ કે આ મુદ્દે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે જે ભારતમાં ક્રિપ્ટોકરન્સીના નિર્માણ માટે પૂરી માહિતી આપશે.

અમારા તરફથી આના માટે ઘણા વિકલ્પો ખુલ્લા છેઃ સીતારમણ

અમારા તરફથી આના માટે ઘણા વિકલ્પો ખુલ્લા છેઃ સીતારમણ

તેમણે આગળ કહ્યુ કે ક્રિપ્ટોકરન્સી માટે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(RBI)પણ અધિકૃત ક્રિપ્ટોકરન્સી વિશે વિચાર કરી શકે છે પરંતુ હું એ કહેવા માંગુ છુ કે અમારા તરફથી આના માટે ઘણા વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યુ કે બ્લૉકચેન, બિટકૉઈન અને ક્રિપ્ટોકરન્સી સાથે પ્રયોગ કરવા માટે લોકોને પૂરતા વિકલ્પ આપવામાં આવશે.

લોકોને એક નિશ્ચિત માત્રામાં વિકલ્પ પૂરા પાડીશુ

લોકોને એક નિશ્ચિત માત્રામાં વિકલ્પ પૂરા પાડીશુ

નાણામંત્રીએ કહ્યુ કે આ માટે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે જે લગભગ પૂરી થવાની છે. ત્યારબાદ તેને કેબિનેટ સામે રજૂ કરવામાં આવશે. અમે બ્લૉકચેન, બિટકૉઈન પર પ્રયોગ કરવા માટે લોકોને એક નિશ્ચિત માત્રામાં વિકલ્પ પૂરા પાડીશુ. જો કે આ માટે શું વ્યવસ્થા બનશે તે કેબિનેટની નોટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. નિર્મલા સીતારમણે એ પણ કહ્યુ કે ફિનટેક એક મોટુ ક્ષેત્ર છે જેમાં ભારતને ફાયદો છે. ઘણી બધી ફિનટેક કંપનીઓએ આના પર પ્રગતિ કરી છે.

અમે નિશ્ચિત રીતે આને પ્રોત્સાહિત કરીશુ

અમે નિશ્ચિત રીતે આને પ્રોત્સાહિત કરીશુ

અમને આના માટે ઘણા પ્રેઝન્ટેશન મળ્યા છે. રાજ્ય સ્તરે આના માટે ઘણુ કામ થઈ રહ્યુ છે અને અમે આને IFSCના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં મોટાપાયે લઈ જવા માંગીએ છીએ. તેમણે આગળ કહ્યુ, 'એક વાર જ્યારે સંસદ પૂરી થઈ જશે તો હું આના ક્રિયાન્યવન અને યોજના વિશે વિચાર કરીશ. ફિનટેક અને બ્લૉકચેન પર ભારતમાં ઘણુ કામ થઈ રહ્યુ છે. અમે નિશ્ચિત રીતે આને પ્રોત્સાહિત કરીશુ.' તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે નાણાકીય સેવા સચિવ દેબાશીષ પાંડાએ કહ્યુ હતુ કે સરકાર ક્રિપ્ટોકરન્સીની આસપાસના વિવિધ મુદ્દાઓ વિશે વિચાર કરી રહી છે. વર્તમાનમાં આરબીઆઈ અને સેબી જેવી નિયામક સંસ્થાઓ પાસે ક્રિપ્ટોકરન્સીને સીધુ વિનિયમિત કરવા માટે કોઈ કાનૂની માળખુ નથી કારણકે તે ઓળખ યોગ્ય ઉપયોગકર્તા દ્વારા જારી કરવામાં આવે છે.

ડિજિટલ મુદ્રા લૉન્ચ કરવાની યોજના પર કામ

ડિજિટલ મુદ્રા લૉન્ચ કરવાની યોજના પર કામ

વળી, હાલમાં જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે મોટી બેંકોમાં ક્રિપ્ટોકરન્સીના કારણે અર્થવ્યવસ્થામાં નાણાકીય સ્થિરતા પર પડતા પ્રભાવ માટે ચિંતા છે અને આ વિશે સરકારને પણ જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે આરબીઆઈ પોતાની ડિજિટલ મુદ્રા લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ વર્ષ 2018માં ક્રિપ્ટોકરન્સી ટ્રેંડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તે અંતર્ગત આવનારી બધી સંસ્થાઓને વર્ચ્યુઅલ મુદ્રા પર કામ કરવાથી રોકવાના નિર્દેશ આપ્યા હતા. જ્યારે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈના બેંકિંગ પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવી દીધુ હતુ.

કમલ હસનની કાર પર હુમલો, પોલિસના હવાલે કરવામાં આવ્યો આરોપીકમલ હસનની કાર પર હુમલો, પોલિસના હવાલે કરવામાં આવ્યો આરોપી

English summary
Government and RBI are considering cryptocurrency, decision will be taken soon: Nirmala Sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X