For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે જાહેર કર્યો 20 રૂપિયાનો સિક્કો, જાણો શું છે ખાસિયત

સરકારે જાહેર કર્યો 20 રૂપિયાનો સિક્કો, જાણો શું છે ખાસિયત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક જલદી જ 20 રૂપિયાનો સિક્કો જાહેર કરી દીધો છે. એવું પહેલીવાર બનશે જ્યારે 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયો, 10 રૂપિયા અને 20 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ આ સિક્કો જાહેર કર્યો. રિઝર્વ બેંક તરફથી જલદી જ બજારમાં આવનાર 20 રૂપિયાનો નવો સિક્કો અન્ય કોઈનની જેમ ગોળાકાર નહિ હોય. આ સિક્કો 12 પૉલીગૉન હશે જેના પર અનાજ ચિત્રેલ હશે.

12 ખુણા વાળો હશે 20 રૂપિયાનો સિક્કો

નાણામંત્રાલય તરફથી એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે 20 રૂપિયાનો સિક્કો 12 ખુણા વાળો હશે. આ સિક્કો 8.54 ગ્રામનો હશે. જેના પર સિક્કામાં બહાર એક રિંગ પર 65 ટકા તાંબું, 15 ટકા જિંક અને 20 ટકા નિકલ હશે. જ્યારે અંદરની રિંગ પર 75 ટકા કૉપર, 20 ટકા જિંક અને 5 ટકા નિકલ હશે. 20 રૂપિયાના નવા સિક્કામાં સામેની તરફ અશોક પિલ્લર હશે. જેના પર સત્યમેવ જયતે લખ્યું હશે. આ ઉપાંત હિંદીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખ્યું હશે.

સિક્કાની ખાસ ખુબી

સિક્કાની ખાસ ખુબી

રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવનાર આ 20 રૂપિયાના નવા સિક્કા કેટલાય પ્રકારની ખુબીઓ ધરાવે છે. જેમ કે આ સિક્કાની છાપણી કયા વર્ષમાં થઈ હતી તેની પણ જાણકારી કોઈન પર રહેશે. આ ઉપરાંત રૂપિયાનું નવું ચિહ્ન પણ હશે. અત્યારે 10 રૂપિયાના સિક્કાના ખુણા પર ચિહ્ન છે. તે 20 રૂપિયાના સિક્કા પર નહિ હોય. જણાવી દઈએ કે રિઝર્વ બેંકે 10 રૂપિયાનો સિક્કો આજથી 10 વર્ષ પહેલા માર્ચ 2009માં જાહેર કર્યો હતો. પરંતુ આ વચ્ચે આ સિક્કામાં કેટલાય પ્રકારના બદલાવ કરવામાં આવ્યા.

સરકાર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માંગે છે

સરકાર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માંગે છે

સિક્કાની નવી સીરિઝ પર પીએમ મોદીએ કહ્યું કે સરકાર પંક્તિમાં ઉભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા માંગે છે. આ નવા સિક્કાને એ હિસાબે જ ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ સિક્કાના લૉન્ચિંગના અવસર પર પીએમ મોદીની સાથે નાણામંત્રી અરુણ જેટલી પણ હાજર હતા. હવે જોવાનું એ છે કે આ નવા સિક્કા ક્યારથી બજારમાં ઉપલબ્ધ થાય છે.

ચીસો પાડવાનું બંધ કરો, નહીં તો બહાર ફેંકાવી દઈશ: નીતિન ગડકરી ચીસો પાડવાનું બંધ કરો, નહીં તો બહાર ફેંકાવી દઈશ: નીતિન ગડકરી

English summary
Government announces new Rs 20 coin, which will be shaped like a 12-edged polygon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X