For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી એક ભૂલથી સરકારી બેન્કોના ખજાનામાં પહોંચ્યા 1,996 કરોડ રૂપિયા, આ છે કારણ

તમારી એક ભૂલથી સરકારી બેન્કોના ખજાનામાં પહોંચ્યા 1,996 કરોડ રૂપિયા, આ છે કારણ

|
Google Oneindia Gujarati News

જાહેર ક્ષેત્રની બેન્કોએ પોતાના ખાતાધારકોને બચક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સલાહ આપી છે. જે અંતર્ગત તમારે તમારા ખાતામાં નિશ્ચિત રકમ રાખવી જરૂરી છે. જો મિનિમમ બેલેન્સ ઓછું થશે, તમારે દંડ ભરવો પડશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2018-19માં બેન્ક ખાતામાં મિનિમમ મંથલી બેલેન્સ નહીં રાખી શકનાર ખાતાધારકો પાસેથી દંડ તરીકે 1996 કરોડ રૂપિયા વસુલ્યા છે.

sbi

નાણા રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોએ મિનિમમ મંથલી બેલેન્સના નામે ખાતાધારકો પાસેથી દંડ તરીકે 1,996 કરોડ રૂપિયા વસુલ્યા છે. મલથી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18માં 18 સરકારી બેન્કોએ આ પેનલ્ટી અંતર્ગત 3,368.42 કરોડ રૂપિયા વસુલ્યા હતા. જ્યારે નાણાકીય વર્ષ 2016-17માં 790.22 કરોડ વસુલાયા હતા.

SBIએ 2017માં મિનિમમ મંથલી બેલેન્સ પેનલ્ટી લેવાની શરૂઆત કરી હતી. તો બેઝિક સેવિંગ બેન્ક ડિફોઝિટ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. આ સાથે જ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખુલેલા ખાતામાં પણ મિનિમમ મંથલી બેલેન્સ પેનલ્ટી નથી લાગતી.

સાવધાન રહો બજારમાં વેચાઈ રહ્યું છે નકલી જીરું, જાણો નુકશાનસાવધાન રહો બજારમાં વેચાઈ રહ્યું છે નકલી જીરું, જાણો નુકશાન

English summary
government banks sbi pnb collected rs 1996 crore in minimum balance penalty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X