RBI Monetary Policy: પૉલિસી દરો પર RBIનો નિર્ણય, રેપો રેટમાં નહિ થાય ફેરફાર
નવી દિલ્લીઃ RBI monetary policy Updates: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)પૉલિસી દરો પર પ્રેસ કૉન્ફરન્સ કરીને બેઠકના નિર્ણયોનુ એલાન કરી રહ્યા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે મૌદ્રિક નીતિ સમિતિએ એકમતથી પૉલિસી રેપો રેટને કોઈ ફેરબદલ વિના 4 ટકા રાખવા માટે વોટ કર્યા છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે એમએસએફ(MSF) રેટ બેંક રેટ કોઈ ફેરફાર વિના 4.25 ટકા છે. રિવર્સ રેપો રેટ કોઈ ફેરફાર વિના 3.35 રહેશે.
જાણો RBI monetary policy પર ગવર્નર શક્તિકાંત દાસે શું શું કહ્યુ?
આરબીઆઈ ગવર્નરે કહ્યુ છે કે અમે નાણાકીય ક્ષેત્રની સ્થિરતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. શક્તિકાંત દાસે કહ્યુ કે નાણાકીય ક્ષેત્રની સ્થિરતાને જાળવી રાખવા માટે જે પણ જરૂરી હશે આરબીઆઈ તે પગલા લેશે.
ભારતી - હર્ષ ડ્રગ્ઝ કેસ પર શંકા, 2 NCB અધિકારીઓ સસ્પેન્ડ