કેબિનેટનો મોટો નિર્ણય, FDIને મંજૂરી: તૃણમૂલનો વિરોધ

સરકારે નાલ્કોમાં સાડા બાર ટકા, ઓઇલ ઇંડિયામાં દસ ટકા, હિંદુસ્તાન કોપરમાં 9.59 ટકા રોકાણની મંજૂરી આપી છે. વિદેશી રોકાણમાં રાજ્યોના વિરોધને ધ્યાનમાં રાખતાં તેમને પોતાની મરજી પૂર્વક અપનાવવાની સ્વતંત્રતા આપી છે. રિટેલ અને દેશી એરલાઇન્સમાં પણ 49 ટકા રોકાણની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ડીટીએચ અને કેબલ નેટવર્કમાં કેન્દ્ર સરકારે 74 ટકા સુધી વિદેશી રોકાણની મંજૂરી આપી છે.
તૃણમૂલ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો તૃણમૂલ કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે કહ્યું કે, અમારી પાર્ટી અને મમતા બેનર્જીએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. કુણાલે કહ્યું કે, અમારી પાસે સંસદમાં એટલી સંખ્યા નથી કે, અમે નિર્ણયને રોકી શકીએ નહીં પરંતુ અમે તેનો ખુલીને વિરોધ કરી શકીએ છીએ. કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધારે છે અને યૂપીએમાં તેમનું જ ચાલે છે. કુણાલ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર એવી કોઇપણ પોલીસી પશ્ચિમ બંગાળમાં લાગૂ નહીં કરે.












Click it and Unblock the Notifications
