For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST Collection : સતત 9મા મહિને 1.40 લાખ કરોડથી વધુ GST Collection કલેક્શન

GST Collection : સરકારે નવેમ્બર મહિનામાં જીએસટીથી 1.46 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઓકટોબર મહિનાની સરખામણીએ તેમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 11 ટકા વધુ છે.

|
Google Oneindia Gujarati News

GST Collection : સરકારે નવેમ્બર મહિનામાં જીએસટીથી 1.46 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઓકટોબર મહિનાની સરખામણીએ તેમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 11 ટકા વધુ છે. નાણા મંત્રાલયે ગુરુવારના રોજ આ માહિતી શેર કરી હતી. ઓકટોબર મહિનામાં GST Collection રૂપિયા 1.52 લાખ હતું. નવેમ્બર 2021માં GST કલેક્શન 1.32 લાખ કરોડ રૂપિયા હતું.

GST Collection

સતત 9 મહિના સુધી દર મહિને 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર થઈ રહ્યું છે

નવેમ્બર મહિનામાં GST Collectionમાં રેકોર્ડ કલેક્શન થયું છે. નવેમ્બર મહિનામાં કુલ 145867 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. જો ઓકટોબર મહિનાની વાત કરીએ તો ઓકટોબરમાં કુલ 151718 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જો ગત વર્ષના નવેમ્બર મહિનામાં GST Collection ની વાત કરીએ, તો તેની સરખામણીમાં 11 ટકાનો વધારો થયો છે. સતત 9 મહિના સુધી દર મહિને 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર થઈ રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા આ મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

આયાતી સામાનમાંથી મળેલા સેસ તરીકે રૂપિયા 817 કરોડનો સમાવેશ થાય છે

નવેમ્બર માસમાં સતત નવમો મહિનો છે, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક રૂપિયા 1.40 લાખ કરોડને પાર કરી ગઈ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં GST રેવન્યુ કલેક્શન રૂપિયા 1,45,867 કરોડ હતું. જેમાં કેન્દ્રીય જીએસટી રૂપિયા 25,681 કરોડ, રાજ્ય જીએસટી રૂપિયા 32,651 કરોડ, સંકલિત જીએસટી રૂપિયા 77,103 કરોડ (આયાતી માલ પર પ્રાપ્ત રૂપિયા 38,635 કરોડ સહિત) અને સેસ રૂપિયા 10,433 કરોડ હતો. જેમાં આયાતી સામાનમાંથી મળેલા સેસ તરીકે રૂપિયા 817 કરોડનો સમાવેશ થાય છે.

એપ્રીલ મહિનામાં જીએસટીની આવક રૂપિયા 1.68 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી

નિવેદન અનુસાર, આ વર્ષે નવેમ્બર મહિનામાં GSTની આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 11 ટકા વધુ હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તે રૂપિયા 1,31,526 કરોડ હતો. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, આયાતી માલની આયાતમાંથી આવક 20 ટકા વધુ હતી. આ સાથે સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત) માંથી આવક વાર્ષિક ધોરણે આઠ ટકા વધી છે. એપ્રીલ મહિનામાં જીએસટીની આવક રૂપિયા 1.68 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. બીજી સૌથી વધુ આવક ઓકટોબરમાં રૂપિયા 1.52 લાખ કરોડ હતી.

English summary
GST Collection : GST Collection over 1.40 Lakh Crore for 9th consecutive month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X