તમામ રાજ્યોએ આપી સહમતિ, 1 જુલાઇથી લાગુ થશે GST

Posted By:
Subscribe to Oneindia News

જીએસટી કાઉન્સિલે શનિવારે મીટિંગ પછી અનેક ટ્રાંજેક્શન અને રિટર્ન્સ સાથે જોડાયેલા નિયમોને મંજૂરી આપી. જો કે આજની મીટિંગ પછી પણ સોના સમેત અન્ય 6 વસ્તુઓ પર શું ટેક્સ લગાવવું તે નક્કી નથી કરી શકવામાં આવ્યું. જો કે મીટિંગ પછી તમામ રાજ્યોના નાણાં મંત્રી 1 જુલાઇથી જીએસટી લાગુ કરવા માટે સહમતિ આપી ચૂક્યા છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અરુણ જેટલીએ કરી હતી. તેમણે કહ્યું કે બેઠકમાં અનેક નિયમો પર ચર્ચા કરવામાં આવી છે. અને તેને મંજૂરી પણ આપવામાં આવી છે.

gst

ઉલ્લેખનીય છે કે ગત મહિને જ કાઉન્સિલે 1200 પ્રોડક્ટ અને લગભગ 500 સેવાઓ પર જીએસટી દર નક્કી કર્યા હતા. જીએસટીને ચાર ભાગમાં પાડવામાં આવ્યા છે. 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ આપવામાં આવ્યો છે. જેમાં જીવન જીરૂરી મોટા ભાગની વસ્તુઓને સૌથી ઓછા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે લક્ઝરી વસ્તુઓ માટે 28 ટકા ટેક્સ આપવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં સોના, ટેક્સટાઇલ અને ફૂટવેર સમેત 6 વસ્તુઓ પર કેટલો ટેક્સ લગાવવો તે વિચારવામાં આવ્યું હતું. આ જીએસટીની 15મી મિટિંગ હતી. તમને જણાવી દઇએ વેપારીઓ સરકારને ક્રેડિટ લિમિટ વધારવાની પણ માંગ કરી રહ્યા છે.

English summary
GST Council clears rules, all states agree to July 1 rollout.
Please Wait while comments are loading...