For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTની બેઠકમાં મોટો નિર્ણય, 33 વસ્તુઓ સહિત એર-સિનેમા ટિકિટ પણ થઈ સસ્તી

વસ્તુ તેમજ સેવા કર પરિષદ (જીએસટી) કાઉન્સિલની શનિવારે થયેલી 31મી બેઠકમાં રોજિંદા વપરાશની 33 વસ્તુઓને સસ્તી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વસ્તુ તેમજ સેવા કર પરિષદ (જીએસટી) કાઉન્સિલની શનિવારે થયેલી 31મી બેઠકમાં રોજિંદા વપરાશની 33 વસ્તુઓને સસ્તી કરવામાં આવી છે. આ વસ્તુઓને 18 ટકાથી ઘટાડીને 12 અને 5 ટકાના સ્લેબમાં લાવવાનું એલાન કરવામાં આવ્યુ છે. નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં જીએસટી દરો સાથે સંબંધિત ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

સામાન્ય જનતાને મળશે રાહત

સામાન્ય જનતાને મળશે રાહત

બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ કે 33 વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. 33 વસ્તુઓના ભાવ 28થી ઘટાડીને 18 ટકાથી 12 અને 5 ટકાના સ્લેબમાં કરવાની જાણકારી આપી છે. આનાથી રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ સસ્તી થશે. જેટલી કહ્યુ કે સામાન્ય જનતાને રાહત આપવા મેટ આ નિર્ણય કરવામાં આવ્યા છે.

આ વસ્તુઓ થઈ સસ્તી

આ વસ્તુઓ થઈ સસ્તી

હવે ધાર્મિક યાત્રાઓ પર ટેક્સ પાંચ ટકા કરવામાં આવ્યો છે. ઑટો પાર્ટ્સ અને ટાયર પણ સસ્તા થશે. આ ઉપરાંત કમ્પ્યુટર મૉનિટર, પાવર બેંક, યુપીએસ, ટાયર, એસી, ડીજિટલ કેમેરો, વોશિંગ મશીન અને પાણી ગરમ કરવાના હીટર સસ્તા થશે. એર ટિકિટ પણ સસ્તી થશે. 32 ઈંચનું ટીવી પણ સસ્તુ થશે. સિનેમાની ટિકિટ પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત નિર્માણાધીન મકાન પણ સસ્તા થશે.

દિલ્લીમાં થઈ બેઠક

દિલ્લીમાં થઈ બેઠક

શનિવારે સવારે દિલ્લીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલ એટલે કે વસ્તુ તેમજ સેવાતકર પરિષદની 31મી બેઠક યોજાઈ. બેઠકમાં શામેલ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યુ કે કોંગ્રેસની માંગ લક્ઝરી વસ્તુઓને છોડીને અન્ય બધા ઉત્પાદનોને 18 ટકા દર પર લાવવાની હતી. સરકારે 34 ઉત્પાદનોને છોડીને બાકી બધાને 18 કે તેનાથી ઓછાના જીએસટીના દરમાં રાખ્યા છે. 34 વસ્તુઓને છોડીને બાકીની બધી વસ્તુઓ 18 ટકા અને તેનાથી નીચેના સ્લેબમાં લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, 'કોઈ રાજીનામુ નથી થયુ'આ પણ વાંચોઃ અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, 'કોઈ રાજીનામુ નથી થયુ'

English summary
GST Council Meeting 33 Items Moved From 18 precent GST Slab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X