For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 સરકારી બેંકોના વિલિનીકરણથી ગુજરાતમાં બંધ થશે 300 બ્રાંચ, 3 હજારથી વધુ નોકરીઓ પર ખતરો

દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે. એકલા ગુજરાતમાં લગભગ 300 શાખાઓ બંધ થઈ જશે. આ બેંક શાખાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓની નોકરી પર પણ ખતરો છે. બેંક યુનિયનનુ કહેવુ છે કે થોડા મહિના પહેલા સ્ટેટ બેંકમાં 5 બેંકોનુ વિલિનીકરણ થયુ ત્યારે પણ ઘણા લોકોની નોકરીઓ જતી રહી હતી. આ વખતે તો આ સંખ્યા બહુ વધુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોના વિલયનો નિર્ણય લીધો છે. આ બધી 10 બેંકોમાં 30,87,02 કર્મચારી કામ કરી રહ્યા છે. આ વિલય બાદ આ કર્મચારીઓ પર પણ અસર પડવાનુ નક્કી છે.

દેશમાં 10 બેંકોમાં 30,87,02 કર્મચારી, નોકરી ગુમાવવાનો ડર

દેશમાં 10 બેંકોમાં 30,87,02 કર્મચારી, નોકરી ગુમાવવાનો ડર

જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે બેંકોના વિલયથી કોઈ કર્મચારીની નોકરીને ખતરો નહિ થાય. પરંતુ એવુ કોઈ ઠોસ આશ્વાસન સરકારે આપ્યુ નથી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલા સમયમાં પણ ઘણા બેંક કર્મીઓએ નોકરી ગુમાવી દીધી હતી.

એસબીઆઈ સાથે વિલયથી 6,350 નોકરી જઈ ચૂકી છે

એસબીઆઈ સાથે વિલયથી 6,350 નોકરી જઈ ચૂકી છે

મહાગુજરાત બેંક એમ્પ્લોય્ઝ એસોસિએશન (MGBEA) જનક રાવલનું કહેવુ છે કે થોડા મહિના અગાઉ એસબીઆઈ સાથે સહયોગી બેંકોના વિલયના કારણે દેશભરમાં 6,350 નોકરીઓ જઈ ચૂકી હતી. લગભગ છ મહિનામાં બેંક ઑફ બરોડા અને દેના બેંકમાં નોકરીનું નુકશાન શરૂ થઈ જશે. વધુ બેંકોના વિલય દરમિયાન સરકારે ભરોસો આપવો પડશે કે આ વખતે કોઈ કર્મચારીને નોકરીનું નુકશાન નહિ થાય.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 2: લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનુ કારણ આ રીતે શોધશે ઈસરોઆ પણ વાંચોઃ ચંદ્રયાન 2: લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનુ કારણ આ રીતે શોધશે ઈસરો

સરકાર ધ્યાન ભટકાવવા માટે આ બધુ નથી કરી રહી?

સરકાર ધ્યાન ભટકાવવા માટે આ બધુ નથી કરી રહી?

જનકા રાવલે એ પણ કહ્યુ કે ભારત સરકાર બેંકોના વિલય મુદ્દાનો ઉપયોગ એક સ્મોક સ્ક્રીન રૂપે કરી રહી છે જેથી દેશની આર્થિક મંદીથી દેશવાસીઓનું ધ્યાન ભટકે અને સાથે જ બેંકો સામે આવતા ખરાબ ઋણના મુદ્દાઓને દૂર કરી શકાય. માહિતી મુજબ એકલા ગુજરાતમાં જ લગભગ 300 બેંક શાખાઓ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં 3000થી વધુ નોકરીઓ જઈ શકે છે.

ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે દેશ

ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે દેશ

દેશ ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. બેંકો, જેમની કમાનમાં વિશાળ સંશાધન છે, તે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે છે. ગયા અઠવાડિયે જ નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને મહત્વપૂર્ણ નોકરીઓ આપવા માટે એક પ્રોત્સાહન આપ્યુ હતુ.

English summary
Gujarat: More than 3 thousand employees of the 300 bank branches will be affected by the merger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X