For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday Google : આ ખાસ ડૂડલ વડે જન્મદિવસની ઉજવણી, ગૂગલ આજે 23 વર્ષનું થયું

Google આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં બતાવવામાં આવેલી કેક પર 23 લખેલું છે, આ સાથે જ મીણબત્તીની ડિઝાઈને પણ તેને સુંદરતા આપી છે.

|
Google Oneindia Gujarati News

Happy Birthday Google : સર્ચ એન્જિન ગૂગલ ( Google ) આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં બતાવવામાં આવેલી કેક પર 23 લખેલું છે, આ સાથે જ મીણબત્તીની ડિઝાઈન સાથે પણ તેને સુંદરતા આપવામાં આવી છે.

Happy Birthday Google

લગભગ દરેક પ્રશ્ન અને માહિતી ગૂગલ પાસે જોવા મળે છે

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે, ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવાની જરૂર હોય ત્યારે તે ગૂગલ દ્વારા જ સર્ચ કરે છે. લગભગ દરેક પ્રશ્ન અને માહિતી ગૂગલ પાસે જોવા મળે છે. ચાલો જાણીએ ગૂગલના જન્મદિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...

લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનએ Google.stanford.edu એડ્રેસ સાથે ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતું

કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ગૂગલની શોધ વર્ષ 1998માં કરવામાં આવી હતી. તે વાસ્તવમાં એક સંશોધન પ્રોજેક્ટ તરીકે શરૂ થયુ હતું. લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનએ Google.stanford.edu એડ્રેસ સાથે ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું હતું. લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને સત્તાવાર રીતે લોન્ચ થયા પહેલા તેને 'બેકરૂબ' નામ આપ્યું હતું. જે બાદમાં ગૂગલ કરવામાં આવ્યું હતું.

અમે અમારી સિસ્ટમનું નામ ગૂગલ રાખ્યું

આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 'અમે અમારી સિસ્ટમનું નામ ગૂગલ રાખ્યું છે, કારણ કે તે 10100 અથવા ગૂગોલની સામાન્ય જોડણી છે અને તે મોટા પાયે સર્ચ એન્જિન બનાવવાના અમારા લક્ષ્યને બંધબેસે છે.'

27 સપ્ટેમ્બરનો દિવસ કેમ ગૂગલ માટે કેમ ખાસ છે?

Google.com ડોમેન 15 સપ્ટેમ્બર, 1995 ના રોજ નોંધાયેલું હતું, પરંતુ ગૂગલ 4 સપ્ટેમ્બર, 1998 ના રોજ એક કંપની તરીકે નોંધાયેલું હતું. આ સાથે 27 સપ્ટેમ્બરના રોજ ગૂગલ સર્ચ એન્જિન પર રેકોર્ડ સંખ્યામાં પૃષ્ઠો શોધવામાં આવ્યા હતા, ત્યારથી આ દિવસે ગૂગલનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.

સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલમાં થાય છે

ઉલ્લેખનીય છે કે, ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. આજે તમે ગૂગલ દ્વારા 100 થી વધુ ભાષાઓમાં સર્ચ કરી શકો છો. સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલમાં થાય છે.

English summary
Search engine Google is celebrating its 23rd birthday today. Google has created a stunning doodle for this special occasion. The cake shown in the doodle has 23 written on it, as well as the design of the candle which has given it beauty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X