For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક મુદ્દાઓ પર ઊચ્ચ સ્તરીય ચર્ચા કરશે PMO

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગસ્ટ : મુંબઇ શેરબજારની ડામાડોળ સ્થિતિ અને રૂપિયા દ્વારા વટાવવામાં આવી રહેલી એક પછી એક નીચી સપાટીને કારણે ભારતની આર્થિક સ્થિતિને પહોંચી રહેલા નુકસાનને કારણે આર્થિક ક્ષેત્રે હાહાકાર મચેલો છે. આ સ્થિતિની ગંભીરતા પારખીને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓ દ્વારા બોલાવાયેલી બેઠકમાં નાણાં મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહેશે. વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે તેમના આઝાદ દિનના ભાષણમાં અર્થતંત્રને સુધારવા માટેના પગલાંની જાહેરાત કરી હતી તે છતાં આજે સેન્સેક્સને ધરખમપણે તૂટતા રોકી શકાયો નથી.

manmohan-singh

આજે મુંબઈ શેરબજારમાં સેન્સેક્સે 600થી વધારે પોઈન્ટની પછડાટ ખાધી છે અને બીજી બાજુ યુએસ ડોલર સામે રૂપિયો પણ 62ની રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ ઉતરી ગયો છે.
બપોરના સમયના સોદાઓ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક પણ 200 પોઈન્ટ તૂટ્યો હતો. છેલ્લા બે વર્ષમાં આ તેની સૌથી મોટી ગુલાંટ છે. બપોરે અઢી વાગ્યે સેન્સેક્સ 654 પોઈન્ટ તૂટીને 18,708નો દેખાયો હતો. સૌથી વધારે માર ટાઈટન ઈન્ડસ્ટ્રીઝના શેરને પડ્યો છે. તે 11 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો મજબૂત બને એ માટેના RBI તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. રૂપિયો આજે ડોલરની સરખામણીએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે. સવારે બજાર ખુલતાની સાથે ડોલરની સરખામણીએ રૂપિયો 61.99એ પછડાયો છે. છેલ્લા એક માસમાં રૂપિયામાં 3.5 ટકાનો ઘટાડો થયો છે અને વર્ષ 2013માં અત્યાર સુધીમાં રૂપિયો 12.7 ટકા જેટલો તૂટ્યો છે.

ભારતીય અર્થતંત્રની મુશ્કેલીઓ સતત વધી રહી છે. બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ રેપો રેટમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. મોર્ગન સ્ટેનલીના મતે અમેરિકામાં યીલ્ડ વધવા અને રૂપિયો ઘટવાને કારણે આરબીઆઈમાં રેપો રેટ 0.25 ટકા સુધી ઘટાડી શકે છે.

English summary
High level discussion will be held on economic issues in PMO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X