• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરીબ કલ્યાણ રોજગાર યોજના વિશે નાણામંત્રીએ કર્યા મોટા એલાન, જાણો PCની મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે(ગુરુવારે) ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન વિશે માહિતી આપીને જણાવ્યુ છે કે આનો હેતુ મજૂરોને લાભ પહોંચાડવાનો છે. ખાસ કરીને તે મજૂર જેમણે લૉકડાઉન બાદ ગામોમાં પાછા જવુ પડ્યુ છે. પીએમ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજનાને પ્રધાનમંત્રી 20 જૂે લૉન્ચ કરવાના છે. પ્રવાસી મજૂરોને રોજગાર પૂરુ પાડવા માટે લૉન્ચ થઈ રહેલી આ યોજના 50,000 કરોડ રૂપિયાની છે. આ પહેલા યોજના વિશે નાણામંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં આ મોટી વાતો કહી છે -

 • નાણામંત્રીએ ગરીબ કલ્યાણ અભિયાન વિશે કહ્યુ કે આનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતમાં ઈન્ફ્રા અન રોજગાર પેદા કરવાનો છે. આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂને બિહારના ખગડિયાથી લૉન્ચ કરશે.
 • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે દેશભરના મજૂર લૉકડાઉન શરૂ થયા બાદ ગામોમાં પાછા જવા માંગતા હતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ તેમને મોકલવાની વ્યવસ્થા કરી. અમે એ જિલ્લાઓ પર ધ્યાન આપ્યુ છે જ્યાં મોટાપાયે તે પાછા આવ્યા છે.
 • અમે જોયુ છે કે છ રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાનના 116 જિલ્લામાં સૌથી વધુ પ્રવાસી મજૂરો પાછા આવ્યા છે.
 • આ જિલ્લાઓમાં લોકોના કૌશલનુ સરકારે મેપિંગ કર્યુ છે કે કઈ રીતે લોકોને રોજગાર આપવાનો છે.
 • લૉકડાઉન બાદ આખા દેશમાં મોટી સંખ્યામાં શ્રમિક પોતાના ગામોમાં પાછા આવ્યા છે. રાજ્યોએ આના માટે પરિવહનની વ્યવસ્થા પણ કરી હતી. અમે એ જિલ્લાઓની ઓળખ કરી રહ્યા છે, જ્યાં સૌથી વધુ મજૂર પાછા આવ્યા છે.
 • આ અભિયાન હેઠળ સરકારની 25 સ્કીમમાં 50,000 કરોડ રૂપિયાના કામ કરાવવામાં આવશે. આ યોજના હેઠળ પ્રવાસી મજૂરને કામ આપવામાં આવશે.
 • શ્રમિકોને તેમના સ્કિલ અનુસાર કામ આપવામાં આવશે. જેનાથી તેમની રોજીરોટીની વ્યવસ્થા થશે. આ યોજનાની સમયસીમા 125 દિવસની છે. આના દ્વારા 25,000 મજૂરોને રોજગાર મળશે.
 • ગરીબ કલ્યાણ યોજનામાં આ 116 જિલ્લાઓમાં 125 દિવસોની અંદર લગભગ 25 યોજનાઓને આ યોજના હેઠળ લાવવામાં આવશે.
 • ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં 125 દિવસોમાં સરકારની લગભગ 25 યોજનાઓને એક સાથે લાવવામાં આવશે અને આ 125 દિવસોમાં દરેક યોજનાઓને તેમના ઉચ્ચતમ સ્તરે લઈ જશે. જે જિલ્લાઓાં વધુ શ્રમિક પાછા આવ્યા છે તેમાં સરકારની આ 25 યોજનાઓમાં જેને પણ કામની જરૂર છે તેને કામ આપવામાં આવશે.
 • આ અભિયાન હેઠળ કમ્યુનિટી સેનિટાઈઝેશન કૉમ્પ્લેક્સ, ગ્રામ પંચાયત ભવન, નાણા પંચના ફંડ અંતર્ગત આવતા કામ, નેશનલ હાઈવે વર્ક્સ, જળ સંરક્ષણ અને સિંચાઈ, કૂવાનુ ખોદકામ, વૃક્ષારોપણ, હૉર્ટિકલ્ચર, આંગણવાડી કેન્દ્રો,પીએમ આવાસ યોજના (ગ્રામી), પીએમ ગ્રામ સડક યોજના, રેલવે, શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશન, પીએમ કુસુમ, ભારત નેટ ફાઈબર ઑપ્ટિક પાથરવા, જળ જીવન મિશન વગેરેના કામ કરાવવામાં આવશે.
 • જે શ્રમિકો પાછા આવ્યા છે તેમનો ઉપયોગ કરીને આ 25 અલગ અલગ કામોની અંદર જે પણ લક્ષ્ય મેળવવાનુ છે તે મેળવવામાં આવશે. આ 25 યોજનાઓના કુલ મળીને જે પૈસા મેળવવામાં આવ્યા તે લગભગ 50,000 કરોડ છે.
 • પ્રધાનમંત્રી રોજગાર અભિયાનની પહેલી પ્રાથમિકતા પોતાના સંબંધિત જિલ્લાઓમાં પાછા આવેલા મજૂરોની જરૂરિયાતને પૂરી કરવી અને તેમને જલ્દી આજીવિકા પૂરી પાડવાની છે.
 • ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનુ ફંડ બજેટનો હિસ્સો છે, આ યોજનામાં પ્રવાસી મજૂર એસેટ ક્રિએશનમાં મદદ કરશે.

તમને જણાવી દઈએ કે કોરોના સંકટ વચ્ચે લૉકડાઉનથી પ્રભાવિત ગરીબ અને મજૂરોને મદદ પહોંચાડવા માટે મોદી સરકાર 20 જૂને આ મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત કરશે. પીએમ મોદી ખુદ આ યોજનાને લૉન્ચ કરશે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના નામથી શરૂ થનારી આ યોજના મૂળ રીતે ગ્રામીણ વિસ્તારોના ગરીબોને વધુ લાભ થશે. સરકાર અનુસાર આ અભિયાન 125 દિવસનુ હશે. આમાં 25 પ્રકારના કામોનુ લિસ્ટ બનાવવામાં આવશે જે હેઠળ ઘર પાછા આવેલા મજૂરોને કામ આપવામાં આવશે. આના પર પચાસ હજાર કરોડ ખર્ચ કરવામાં આવશે. આ કેન્દ્ર સરકાર તરફથી ઘોષિત 20 લાખ કરોડના આર્થિક પેકેજનો હિસ્સો છે. સરકાર આ યોજના હેઠળ આખા દેશમાં 120 જિલ્લાઓ પર ખાસ ફોકસ કરશે. આમાં પચાસથી વધુ જિલ્લા બિહાર અને ઉત્તર પ્રદેશમાં છે.

Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશેSolar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે

English summary
Highlights of Finance minister nirmala sitaraman ahead of launch of Garib Kalyan Rojgar Abhiyaan by PM Modi on 20th June
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X