For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડધી કિંમતે બુક કરાવી શકાય છે ટ્રેનની ટિકિટો, જાણો કેવી રીતે

જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે રેલવે ટિકિટ બુકિંગ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

|
Google Oneindia Gujarati News

જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે રેલવે ટિકિટ બુકિંગ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઘણા લોકોને રેલ્વે ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ આપે છે. મોટા ભાગના લોકો ફક્ત એટલું જ જાણે છે કે ટ્રેન ટિકિટોની બુકિંગમાં માત્ર વૃદ્ધ અને દિવ્યાંગોને ટિકિટોમાં છૂટ મળે છે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે વૃદ્ધ અને વિકલાંગ ઉપરાંત આ કેટેગરીમાં બીજા લોકોનો પણ સમાવેશ થાય છે. રેલવેની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર ટ્રેન ટિકિટોની બુકિંગમાં બેરોજગાર યુવાનો ને પણ છૂટ મળે છે.

રેલવે બેરોજગાર યુવાનોને ટિકિટ પર 50 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. જો કે આ માટે કેટલાક નિયમો છે. જેવા કે...

બેરોજગારોને મળશે ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ

બેરોજગારોને મળશે ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ

જો કોઈ બેરોજગાર યુવા સ્ટેચ્યુટોરી બોડી, મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી અંડરટેકિંગ, યુનિવર્સિટી અથવા પબ્લિક સેકટર બોડીની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હોય તો 50% ડિસ્કાઉન્ટ ટ્રેન ટિકિટમાં આપવામાં આવશે. જો કે, આ ડિસ્કાઉન્ટ સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસની ટિકિટો પર મળશે.

ઇન્ટરવ્યુ આપવા માટે ગયેલા વિદ્યાર્થીઓને મળશે ડિસ્કાઉન્ટ

ઇન્ટરવ્યુ આપવા માટે ગયેલા વિદ્યાર્થીઓને મળશે ડિસ્કાઉન્ટ

કેન્દ્રીય અથવા રાજ્ય સરકારની નોકરીઓ માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલા બેરોજગાર યુવાઓને સ્લીપર ક્લાસની ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ અને સેકન્ડ ક્લાસ ટિકિટમાં 100 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ટિકિટ બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ

ટિકિટ બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ

જો કોઈ યુવા નેશનલ યૂથ પ્રોજેક્ટના નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લેવા જઇ રહ્યો હોય, તો તેને સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટો પર 50% ડિસ્કાઉન્ટ મળશે. માનવ ઉત્થાન સેવા સમિતિના નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લેનારા યુવાઓને સેકન્ડ અને સ્લીપર ક્લાસની ટિકિટો પર 40 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

English summary
How to get Train Ticket in 100 percent Discount, Here is the process
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X