For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો? ડોલર સામે રૂપિયાનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે?

|
Google Oneindia Gujarati News

અમેરિકાના અર્થતંત્રમાં થયેલા સુધારાને પગલે છેલ્લા ઘણા મહિનાઓથી વિશ્વના અન્ય ચલણની સરખામણીએ ડોલર મજબૂત થયો છે, તેનું મૂલ્ય વધ્યું છે. કોઇ પણ ચલણ ખાસ કરીને ડોલર સામે રૂપિયો ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડ થતો હોય છે, જેના કારણે સેકન્ડે સેકન્ડે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય બદલાતું રહે છે. આ માર્કેટમાં જ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય નક્કી થાય છે.

હવે, એક બાબત એ પણ સમજવા જેવી છે કે જ્યારે ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ થઇ રહ્યું હોય ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય કેટલું છે તે નક્કી કરતા સમયે અનેક આર્થિક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ કરીને ગ્લોબલ અને ડોમેસ્ટિક પરિબળો પર ખાસ ભાર મૂકવામાં આવે છે.

આનું એક જ ઉદાહરણ જોઇએ તો ઓગસ્ટ 2013માં ચાલુ ખાતાની ખાધને કારણે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય તળિયે પહોંચીને 68.86 થઇ ગયું હતું.

આપણે જાણીએ કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય નિર્ધારિત કરવામાં કયા કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે...

1. ચાલુ ખાતાની ખાધ

1. ચાલુ ખાતાની ખાધ


કરન્ટ એકાઉનટ ડેફિસિટ અને ટ્રેડ ડેફિસિટ મહત્વના પરિબળો છે. આ પરિબળો લાંબા સમય સુધી અસર કરનારા છે. આ પરિબળો ડોલર સામે રૂપિયાને નબળો બનાવે છે. બીજું પરિબળ વિદેશમાં બનતી ઘટનાઓ છે. ભારતમાં ફોરેક્ટ માર્કેટ પર યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચાલતા ક્વોન્ટિટિવ ઇઝિંગ પ્રોગ્રામને પાછા ખેંચવાની જાહેરાત છે.

2. વૈશ્વિક મુદ્દાઓ

2. વૈશ્વિક મુદ્દાઓ


ગ્લોબર માર્કેટની સ્થિતિને કારણે રોકાણકારોને તેમની મૂડીને સુરક્ષિત સ્થાનો જેમ કે યુએસ ટ્રેઝરી, સોનુ અને અન્ય સુરક્ષિત ચલણોમાં રોકે છે. તેના કારણે રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટે છે.

3. કેપિટલ આઉટફ્લો

3. કેપિટલ આઉટફ્લો


જો કોઇ દેશમાં અચાનક રાજકીય અસ્થિરતા આવે અને સરકાર અસ્થિર બને તેના પગલે આર્થિક વાતાવરણ ડોહળાય તેના કારણે ચલણના મૂલ્યમાં ઘટાડો થાય છે. થોડા વર્ષો પહેલા ગ્રીસમાં આવી સ્થિતિ સર્જાઇ હતી.

4. જીઓપોલિટિકલ ટેન્શન

4. જીઓપોલિટિકલ ટેન્શન


આંતરરાષ્ટ્રીય વિખવાદ, ક્રુડની કિંમતોમાં ભારે વધારો થતા ડોલર સામે રૂપિયો ઘટે છે.

5. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ

5. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ


અન્ય દેશોમાંથી સામાન આયાત કરવાને પગલે ડોલર ચૂકવવા પડે છે. જેના કારણે ડોલરનુ મૂલ્ય મજબૂત બને છે. જો કોઇ પણ દેશમાં આયાત કરતા નિર્યાત ઓછી હોય તો ચલણનું મૂલ્ય ઘટે છે.

6. RBIની દરમિયાનગિરી

6. RBIની દરમિયાનગિરી


ભારતમાં RBI ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરિ કરે છે. જો બેંક રૂપિયાને મજબૂત કરવા માંગતી હોય તો તે ડોલરને વેચે છે. બીજી તરફ જો તે ડોલર ખરીદે તો રૂપિયાનું મૂલ્ય ઘટે છે.

English summary
How is the Dollar to Rupee Value Determined?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X