For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૂબી શકે છે બેન્કમાં જમા પૈસા, જાણો કેવી રીતે બચશો

જો તમે બેન્કમાં વધુ રકમ રાખ છો તો બેન્કમાં તમારા પૈસાની સુરક્ષા અંગેનો નિયમ જાણી લો. બેન્કમાં જમા તમામ રકમ સુરક્ષિત નથી હોતી.

|
Google Oneindia Gujarati News

જો તમે બેન્કમાં વધુ રકમ રાખ છો તો બેન્કમાં તમારા પૈસાની સુરક્ષા અંગેનો નિયમ જાણી લો. બેન્કમાં જમા તમામ રકમ સુરક્ષિત નથી હોતી. જો ક્યારેય બેન્ક મુશ્કેલીમાં મુકાય તો તમારી ઘણી જમા રકમ ડૂબી શકે છે. પરંતુ જો તમે નિયમ જાણી લેશો તો મોટા ભાગના પૈસા બચાવી શક્શો. બેન્કમાં જમા રકમ પર સુરક્ષા ડિપોઝિટ ઈન્સ્યોરન્ટ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન દ્વારા અપાય છે, જેની એક મહત્તમ મર્યાદા છે.

આ પણ વાંચો: નવી રીતે SBI એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે, તમે પણ થઇ જાવ સાવધાન

બેન્ક ડિફોલ્ટ થાય તો થશે નુક્સાન

બેન્ક ડિફોલ્ટ થાય તો થશે નુક્સાન

જો કોઈ બેન્કમાં તમારા 1 લાખ રૂપિયાથી વધુ રકમ જમા છે, તો તેની ગેરેન્ટી નથી હોતી. કોઈ કારણવશ જો બેન્ક મુશ્કેલીમાં મુકાય કે ડિફોલ્ટ જાહેર થાય ત્યારે આ નિયમ કામ લાગે છે. જો કે ભારમતાં હજી સુધી કોઈ પણ બેન્ક ડિફોલ્ટ નથી થઈ, પરંતુ કેટલીક બેન્કો મુશ્કેલીમાં જરૂર મુકાઈ ચૂકી છે, જેનો બીજી બેન્કમાં વિલય કરી દેવાયો છે.

બેન્કમાં જમા કેટલી રકમ છે સુરક્ષિત

બેન્કમાં જમા કેટલી રકમ છે સુરક્ષિત

બેન્કમાં ખાતાધારકોની માત્ર 1 લાખ રૂપિયાની રકમ સુરક્ષિત હોય છે. તેમાં મૂડી અને વ્યાજ બંને સામેલ છે. એટલે કે જો તમારી મૂડી 90 હજાર રૂપિયા છે અને તમારું વ્યાજ 10 હજાર રૂપિયા તો તમારી પૂર્ણ રકમ સુરક્ષિત છે. પરંતુ જો તમારા બેન્કમાં તમારી મૂડી 1 લાખ અને વ્યાજ 20 હજાર રૂપિયા જમા છે. તો તમારી 1.20 લાખ નહીં પરંતુ માત્ર 1 લાખની રકમ સુરક્ષિત છે. એટલું જ નહીં જો કોઈ બેન્કની જુદી જુદી બ્રાન્ચમાં તમારા ખાતે છે, તો તમામ ખાતાની અમાઉન્ટનો સરવાળ કર્યા બાદ 1 લાખની રકમને સુરક્ષિત માનવામાં આવે છે. બાકીની રકમ ડૂબી જશે.

આ રીતે ઉઠાવો નિયમનો લાભ

આ રીતે ઉઠાવો નિયમનો લાભ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિનું એક કરતા વધુ બેન્કમાં અકાઉન્ટ હોય તો તેને દરેક બેન્કમાં 1 લાખ રૂપિયાની રકમ સુરક્ષિત મળે છે. એટલે જો તમારી 1-1 લાખની જમા રકમ જુદી જુદી બેન્કમાં છે, તો તમને દરેક બેન્કમાંથી પૂરેપૂરી રકમ પાછી મળશે. પરંતુ જો કોઈ બેન્કમાં 1 લાખ કરતા વધુ રકમ જમા છે તો ફક્ત 1 લાખની રકમ જ સુરક્ષિત મનાશે.

આ છે બેન્ક જમા સુરક્ષા નિયમ

આ છે બેન્ક જમા સુરક્ષા નિયમ

જો તમારું અકાઉન્ટ સિંગ નામથી અને બીજું અકાઉન્ટ જોઈન્ટ નામથી છે. જેમાં તમારું નામ પહેલું છે. તો આ બંને અકાઉન્ટ એક જ માનવામાં આવે છે. અને બંને અકાઉન્ટમાં કુલ જમા રકમને એક વ્યક્તિની માનવામાં આવે છે. પરંતુ જો એક અકાઉન્ટ સિંગલ નામથી અને બીજું જોઈન્ટ છે, જેમાં તમારું નામ બીજા ક્રમે છે, તો આ અકાઉન્ટને તમારું માનવામાં નહીં આવે. જોઈન્ટ અકાઉન્ટમાં જેનું નામ પહેલું હોય તેને જ રકમના માલિક મનાશે. જો કોઈ પણ મુશ્કેલી આવે તો આ નિયમ અંતર્ગત તમને ક્લેમ મળશે.

કઈ પરિસ્થિતિમાં લાગૂ થાય છે નિયમ

કઈ પરિસ્થિતિમાં લાગૂ થાય છે નિયમ

આમ તો ભારતમાં બેન્ક ડિફોલ્ટ નથી થતી. જ્યારે જ્યારે બેન્કો મુશ્કેલીમાં આવી ત્યારે ત્યારે સરકારે કડક પગલાં લઈને તેને બીજી કોઈ બેન્કમાં ભેળવી દીધી, જેનાથી રોકાણકારોના પૈસા સુરક્ષિત રહ્યા. પરંતુ દેશમાં કોઈ બેન્ક ડિફોલ્ટ થાય તો આવી સ્થિતિમાં અકાઉન્ટ હોલ્ડરની કાયદાકિય સ્થિતિ શું છે તેની તમને જાણ હોવી જોઈએ. આ નિયમ એ જ સ્થિતિમાં લાગુ થાય છે.

English summary
How Safe is Your Money in Bank How Safe is Your Money in private banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X