For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી રીતે SBI એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે, તમે પણ થઇ જાવ સાવધાન

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક છો તો આ સમાચાર તમને કામ લાગી શકશે. છેલ્લા એક વર્ષમાં બેન્કિંગ છેતરપિંડીના બનાવમાં ઘણો વધારો થયો છે

|
Google Oneindia Gujarati News

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક છો તો આ સમાચાર તમને કામ લાગી શકશે. છેલ્લા એક વર્ષમાં બેન્કિંગ છેતરપિંડીના બનાવમાં ઘણો વધારો થયો છે અને તેનું કારણ એ છે કે જે લોકો ઈન્ટરનેટ બૅન્કિંગ અથવા UPI ચુકવણીમાં સાવધાની રાખતા નથી. હવે બેન્કીગ છેતરપિંડી પર લગામ લગાવવા માટે સ્ટેટ બેન્ક તેમના ગ્રાહકોને ચેતવણી રજુ કરી છે અને કહ્યું છે કે નવી રીતે ચોર તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી શકે છે. તેથી તમારે સાવધાન રેહવું જોઇએ. તો ચાલો જાણીએ કે કઈ રીતો છે જેના માધ્યમથી ચોર તમને છેતરી શકે છે.

આ પણ વાંચો: આ કંપની રોજ કમાય છે 101 કરોડ, તમે પણ કરી શકો છો કમાણી

ફિશિંગ એટેકથી સાવચેત રહો

ફિશિંગ એટેકથી સાવચેત રહો

છેતરપિંડી અંગે એસબીઆઈએ તેના ગ્રાહકોને જણાવ્યું છે કે જો તમે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો તમારે ફિશિંગ હુમલાથી સાવચેત રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ફિશિંગ હુમલા દ્વારા ગ્રાહકની વ્યક્તિગત માહિતી ઇન્ટરનેટની મદદથી ચોરી કરવામાં આવે છે.

કોઈપણ મેસેજ અથવા મેઇલ પર ક્લિક કરશો નહીં

કોઈપણ મેસેજ અથવા મેઇલ પર ક્લિક કરશો નહીં

ચોરી અંગે, બેન્કે કહ્યું છે કે જો તમારી પાસે કોઈ પણ પ્રકારનો ઈ-મેલ અથવા મેસેજ એસબીઆઈના નામે આવે છે, તો તેના પર ક્લિક કરશો નહીં અથવા સંદેશ અથવા મેઇલ દ્વારા પ્રદાન કરેલી લિંક પર ક્લિક કરશો નહીં. હકીકતમાં, ફિશિંગવાળા ઇ-મેઇલ બૅન્કના વાસ્તવિક ઇ-મેઇલ જેવા જ હોય છે અને તેમની ઓળખ સાથે આવેલી લિંકથી થાય છે.

હુબહૂ હોય છે નકલી વેબસાઈટ

હુબહૂ હોય છે નકલી વેબસાઈટ

તમને જણાવી દઈએ કે લિંક પર ક્લિક કરવા પર નકલી વેબસાઇટ ખુલે છે જેના પર તમારા બેંકથી સંબંધિત માહિતી માંગવામાં આવે છે અને તમને લાગે છે કે તમે તમારી માહિતી સાચી વેબસાઇટ પર જ આપી રહ્યા છો અને અહીં તમારી સાથે છેતરપિંડી થાય છે.

ટ્રાંઝેક્શન થયા પછી જ મેસેજ આવે છે

ટ્રાંઝેક્શન થયા પછી જ મેસેજ આવે છે

તેથી આ ફિશીંગ એટેકથી બચવા તમારા માટે એ યોગ્ય છે કે તમે બેન્કના નામથી આવેલા કોઈ પણ ઈ-મેલ અથવા મેસેજને ઓપન ન કરો, કારણ કે કોઈ પણ બેન્ક નકામા મેઈલ અને મેસેજ નથી કરતી. જયારે તમારા એકાઉન્ટમાંથી કોઈ ટ્રાંઝેક્શન થાય છે ત્યારે જ મેસેજ અને મેઇલ આવે છે.

English summary
SBI Issues Some Guidelines For Phishing Attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X