LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય
Hardeep Puri on LPG Shortage: એલપીજીને લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી રહ્યો છે અને વિપક્ષ પણ આ મુદ્દે આક્રમક છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે સંસદમાં મોટું નિવેદન આપ્યું છે.
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, 'ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઈલ મેળવી રહ્યું છે. ગેસ-સિલિન્ડર બાબતે ગભરાવાની કોઈ જરૂર નથી, આપણી પાસે પૂરતું કાચું તેલ (ક્રૂડ ઓઈલ) ઉપલબ્ધ છે. ડીઝલ-પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. એલએનજી (LNG) કાર્ગો દરરોજ આવી રહ્યા છે અને અન્ય માર્ગો પરથી પણ સપ્લાય ચાલુ છે.'

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'ભારત તેની જરૂરિયાતના 60% LPG કતાર, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવેત જેવા ખાડી દેશોમાંથી આયાત કરતું હતું, જ્યારે 40% નું સ્થાનિક ઉત્પાદન થતું હતું. પુરવઠો સુનિશ્ચિત કરવા માટે હવે આયાતનો વ્યાપ વધારીને અમેરિકા, રશિયા, નોર્વે, કેનેડા અને અલ્જીરિયા સુધી કરવામાં આવ્યો છે.'
LPG Shortage: 'રિફાઈનરીઓ તેમની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે'
પુરીએ કહ્યું કે, 'સરકારે તમામ રિફાઈનરીઓને તેમની C3 (પ્રોપેન/પ્રોપિલિન) અને C4 (બ્યુટેન/બ્યુટીન) હાઇડ્રોકાર્બન સ્ટ્રીમ્સના સંપૂર્ણ આઉટપુટને એલપીજી ઉત્પાદન તરફ વાળવાનો નિર્દેશ આપ્યો છે. રિફાઈનરીઓ તેમની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે.
ઘણા કિસ્સાઓમાં, તેઓ 100% થી વધુ ક્ષમતા પર ચાલી રહી છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે એટીએફ (ATF) ની કોઈ અછત નથી. ઈંધણની ઉપલબ્ધતા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવી છે.'
LPG Shortage: 'ભારતની ક્રૂડ સપ્લાયની સ્થિતિ સુરક્ષિત'
પુરીએ જણાવ્યું હતું કે, 'આધુનિક ઉર્જા ઇતિહાસમાં દુનિયાએ આવો સમય પહેલા ક્યારેય જોયો નથી. ભારતની ક્રૂડ સપ્લાયની સ્થિતિ સુરક્ષિત છે અને જે વોલ્યુમ (જથ્થો) આપણને મળ્યો છે, તે હોર્મુઝથી મળતા ક્રૂડ કરતા પણ વધારે છે. કટોકટી પહેલા, ભારતની લગભગ 45% ક્રૂડ આયાત હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે થતી હતી. વડાપ્રધાનની શાનદાર રાજદ્વારી પહોંચ અને સદ્ભાવનાને કારણે, ભારતે એટલો ક્રૂડ વોલ્યુમ હાંસલ કર્યો છે જેટલો તે જ સમયમાં હોર્મુઝ સ્ટ્રેટથી મળી શકતો હતો.'
"भारत अपनी जरुरत का 60% LPG कतर, यूएई, सऊदी अरब और कुवैत जैसी खाड़ी देशों से आयात करता था. 40% का घरेलू उत्पादन होता था."
— SansadTV (@sansad_tv) March 12, 2026
"आपूर्ति सुनिश्चित करने के लिए आयात का दायरा अमेरिका, रूस, नॉर्वे, कनाडा और अल्जीरिया तक बढ़ाया गया है."
"सरकार ने सभी रिफाइनरियों को अपनी C3… pic.twitter.com/nb1iUNsMHM
દેશભરની રેસ્ટોરાંઓ પ્રભાવિત થઈ રહી છે તેવી ચિંતાઓ વચ્ચે પુરીએ સ્પષ્ટ કર્યું કે, 'ભારતનો કાચો માલ અને ઘરેલું LPG સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત છે. છેલ્લા પાંચ દિવસમાં રિફાઈનરીના નિર્દેશો દ્વારા LPGનું ઉત્પાદન 28% વધારી દેવામાં આવ્યું છે અને આગળની ખરીદીની પ્રક્રિયા હજુ ચાલુ છે.'
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
