For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કંપની રોજ કમાય છે 101 કરોડ, તમે પણ કરી શકો છો કમાણી

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફરી એક વખત રેકોર્ડ બનાવી રહી છે. રિલાયન્સ દેશની પહેલી એવી કંપની બની છે જેની રોજની કમાણી 101 કરોડ રૂપિયા છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફરી એક વખત રેકોર્ડ બનાવી રહી છે. રિલાયન્સ દેશની પહેલી એવી કંપની બની છે જેની રોજની કમાણી 101 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર 2018ના ક્વાર્ટરમાં કંપનીને 10,251 કરોડ રૂપિયા ચોક્ખો નફો થયો છે. જે રોજના 101 કરોડ રૂપિયા છે. કંપની પોતાનો નફો વધારવા માટે કંપનીએ હવે સામાન્ય લોકોને સાથે લેવાનો નિર્ણય લીધો છે. આ રીતે કંપનીની આવક વધવાની સાથે સાથે લોકોને પણ મહિને લાખો કમાવવાની તક મળશે.

આ પણ વાંચો: 40ની ઉંમરે શરૂ કરો રોકાણ, 60 વર્ષે હશો કરોડપતિ

પહેલા જાણો કંપનીના નફાનું ગણિત

પહેલા જાણો કંપનીના નફાનું ગણિત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ રિફાઈનરીનો બિઝનેસ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 8.8 ટકા વધીને 10,251 કરોડ રૂપિયા થયો છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીએ આ સમયગાળામાં 9,420 કરોડ રૂપિયાનો ચોક્ખો નફો કર્યો છે. ખાનગી ક્ષેત્રની કોઈ પણ કંપનીએ તેરીજા ક્વાર્ટરમાં કરેલો આ સોથી વધુ નફો છે. આ પહેલા જાહેરક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એક ત્રિમાસિક ગાળામાે 10 હજાર કરોડથી વધુ નફો કરનારી કંપની બની હતી. આઈઓસીએ 2012-13ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં 14,512.81 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

મેળવો રિલાયન્સ પેટ્રોલ પમ્પની ડીલરશઇપ

મેળવો રિલાયન્સ પેટ્રોલ પમ્પની ડીલરશઇપ

દેશની સૌથી મોટી ખઆનગી કંપની રિલાયન્સ પેટ્રોલિયમ પેટ્રોલ અને ડીઝલનો રિટેલ વેપાર વધારવા ઈચ્છે છે. આ માટે કંપનીએ દેશમાં હજારો નવા પેટ્રોલપંપ ખોલવાની યોજના સરૂ કરી છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ માટે માહિતી રજૂ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છે તો તે ઓનલાઈન અરજી કરી શકે છે.

હાલ દેશમાં પેટ્રોલપંપની સ્થિતિ કેવી છે.

હાલ દેશમાં પેટ્રોલપંપની સ્થિતિ કેવી છે.

હાલ દેશમાં સરકારી કંપનીના પેટ્રોલ પંપની બોલબાલા છે. લગભગ 90 ટકા પેટ્રોલ પંપ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિય કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના જ છે. આ સરકારી કંપનીઓના થઈને કુલ 56 હજાર જેટલા પેટ્રોલ પમ્પ છે. તો ખાનગી કંપનીઓમાં રિલાયન્સ પેટ્રોલિયમના લગભગ 1400, એસ્સાર ઓઈલના 4500 પેટ્રોલ પમ્પ છે. પરંતુ હવે ખાનગી કંપનીઓ આ સંખ્યા વધારવા પ્રયત્ન કરી રહી છે. આ બંને કંપનીઓ આગામી 1-2 વર્ષમાં લગભગ નવા 2500 પેટ્રોલ પમ્પ ખોલવા પર કામ કરી રહી છે

રિલાયન્સ પેટ્રોલિયમ માટે કેવી રીતે કરશો અરજી

રિલાયન્સ પેટ્રોલિયમ માટે કેવી રીતે કરશો અરજી

અરજી કરવા માટે રિલાયન્સ પેટ્રોલિયમે પોતાની વેબસાઈટ માહિતી આપી છે. તમે http://www.relancepetroleum.com/businessEnquiry પર જઈને ફોર્મ ભરી શકો છો. તેમાં પેટ્રોલ પંપમની સાથે સાથે અન્ય રીતે પણ કંપની સાથે જોડવાની તક છે. લોગ લુબ્રીકેન્ટ્સ, ટ્રાન્સ કનેક્ટ ફ્રેન્ચાઈઝી, એ1 પ્લાઝા ફ્રેન્ચાઈઝી, એવિએશન ફ્યૂલથી શરૂ કરીને અન્ય રીતે પણ કંપની સાથે જોડાઈ શકો છો. આ ફ્રેન્ચાઈઝી વિશે પણ સાઈટ પર માહિતી ઉપલપબ્ધ છે.

પેટ્રોલ પંપ ખોલવા માટેના કેટલાક જરૂરી નિયમ

પેટ્રોલ પંપ ખોલવા માટેના કેટલાક જરૂરી નિયમ

પેટ્રોલ પંપ ખોલનાર વ્યક્તિની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવ જોઈએ. શૈક્ષણિક યોગ્યતા 10 પાસ જરૂરી છે. તો નવા નિયમો પ્રમાણે ડીલરશિપ શરૂ કરવા માટે ફાઈનાન્સની શરતો હટાવી લેવાઈ છે. સાથે જ ડિપોઝિટ પણ ઓછી કરી દેવાઈ છે. એક વાત સ્પષ્ટ છે કે જો તમારી પાસે ઓછી રકમ છે તો પણ તમે પેટ્રોલ પમ્પ શરૂ કરી શકો છો.

એક નજરે નિયમ

એક નજરે નિયમ

1. જો તમારી જમીન સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે પર છે, તો તમારે પેટ્રોલ પમ્પ માટે 1200 સ્ક્વેર મીટરથી લઈને 1600 સ્ક્વેર મીટરની જમીનની જરૂર પડશે. પરંતુ જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો તો ઓછામાં ઓછી 800 સ્ક્વેર મીટર જગ્યા જરૂરી છે.

2. પેટ્રોલ પમ્પ ખોલવા માટે લગભગ 50થી 60 લાખ રૂપિયા સુધીનુ ઈન્વેસ્ટમેન્ટ જરૂરી છે.

3. જે જમીન પર તમે પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો છો તે જમીનના દસ્તાવેજ પૂરા હોવા જરૂરી છે. સાથએ જ તમારી જમીનનું ટાઈટલ અને એડ્રેસ પણ લખેલું હોવું જોઈએ. જો તમારી જમીનનો નક્શો પણ જોડે જ રાખો.

4. જે જમીન પર તમે પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો છો તે એગ્રિકલ્ચર હોય તો તમારે એન એ કરાવવી જરૂરી છે.

5. જો જમીન તમારી પોતાની નથી તો જમીન માલિક પાસેથી એન ઓસી લેવું પડશે. જો તમારી જમીનમાં પાણી અને વીજળી કનેક્શન પણ જરૂરી છે.

6. જો જમીન લીઝ પર છે, તો લીઝ એગ્રીમેન્ટ દર્શાવવો પડશે. જો તમે જમીન ખરીદી છે, તો તમારી પાસે રજિસ્ટર્ડ સેલ ડીડ હોવો જોઈએ

7. જે જમીન પર તમે પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો છો તે જમીન જો તમારા પરિવારના અન્ય કોઈ સભ્યના નામે છે તો પણ તમે પેટ્રોલ પમ્પ શરૂ કરી શકો છો. આ માટે બસ એક એનઓસી અને એફિડેવિટ બનાવવી પડશે.

English summary
you can earn money with reliance industries start petrol pump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X