For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40ની ઉંમરે શરૂ કરો રોકાણ, 60 વર્ષે હશો કરોડપતિ

40 વર્ષની ઉંમરે મોટા ભાગના લોકો જવાબદારીથી ઘેરાયેલા હોય છે, ત્યારે વિચારવાનો સમય નથી હોતો કે નિવૃત્તિના સમયે તેમની પાસે 1 કરોડનું ફંડ કેવી રીતે હશે.

|
Google Oneindia Gujarati News

40 વર્ષની ઉંમરે મોટા ભાગના લોકો જવાબદારીથી ઘેરાયેલા હોય છે, ત્યારે વિચારવાનો સમય નથી હોતો કે નિવૃત્તિના સમયે તેમની પાસે 1 કરોડનું ફંડ કેવી રીતે હશે. પરંતુ આવું શક્ય છે. તેના માટે બેન્ક, પોસ્ટ ઓફિસ, ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણનું આયોજન કરી શકાય છે. મહિને ફક્ત 10 હજારનું રોકાણ તમને બનાવી શકે છે. બેન્ક, પોસ્ટ ઓફિસ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા પૈસા રોકવાથી કરોડપતિ બની શકાય તેનો અંદાજ લગાવવો શક્ય છે. પરંતુ આવું પ્લાનિંગ કરતા સમયે બેન્ક અને પોસ્ટ ઓફિસના વ્યાજ દર પર નજર રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: ઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ, સરકાર આપે છે ગેરંટી

40 વર્ષની ઉંમરે કેવી રીતે કરશો આયોજન

40 વર્ષની ઉંમરે કેવી રીતે કરશો આયોજન

સામાન્ય રીતે લોકો નોકરી ચાલુ કરે ત્યારથી જ રોકાણ પણ શરૂ કરે છે. આ રોકાણ કોઈ પ્લાનિંગ પ્રમાણે નથી થતું. પરંતુ આ પ્રકારની રકમ સામાન્ય રીતે વ્યક્તિ 40 વર્ષનો થાય ત્યારે તેને એક સાથે મળે છે. લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા વ્યક્તિને એક સાથે રકમ મળે છે. એટલે 40 વર્ષની ઉંમરે આ ફાયદાનો ઉપયોગ કરી 60 વર્ષે કરોડપતિ બનવાનું આયોજન કરી શકાય છે. પરંતુ એવું નથઈ કે તમામ લોકો પાસે 40 વર્ષની ઉંમેરે એક સાથે મોટી રકમ આવે, એટલે પરેશાન થવાના બદલે તમે આયોજન કરીને રોકાણ શરૂ કરો તો પણ 60 વર્ષે કરોડ પતિ બની શકો છો. આવા લોકો દર મહિને રોકાણનો વિકલ્પ અપનાવી શકે છે.

કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કરશો રોકાણ

કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કરશો રોકાણ

મ્યુચ્યુઅલ ફંડમાં એક સાથે અને દર મહિને પણ રોકાણની સુવિધા મળે છે. પરંતુ અહીં વળતર માર્કેટ પર આધારિત છે. જો કે લાંબા સમય સુધી ટોપ મ્યુચ્યુઅલ ફંડે 5 વર્ષમાં 30 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડ પતિ બનવા ઈચ્છો તો તમારે એક સાથે 15 લાખ રૂપિયા રોકવા પડશે. જો તમે દર મહિને રોકાણ કરીને કરોડપતિ બનવા માગો છો તો 15 વર્ષ સુધી દર મહિને 15 લાખનું રોકાણ કરવું પડશે.

એક સાથે રોકાણ કરવાનું આયોજન

એક સાથે રોકાણ કરવાનું આયોજન

- 10 લાખ રૂપિયા એક સાથે રોકો
- 20 વર્ષ માટે કરો રોકાણ
- 12 ટકા વળતરનો અંદાજ
- 1 કરોડ રૂપિયાનું ફંડ થશે તૈયાર

દર મહિને રોકાણ

દર મહિને રોકાણ

- 10 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી રોકાણ શરૂ કરો
- 20 વર્ષ સુધી રોકાણ કરો
- 12 ટકા મળે છે વળતર
- 1 કરોડ રૂપિયાનું ફંડ થશે તૈયાર

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં આ રીતે કરો રોકાણ

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં આ રીતે કરો રોકાણ

બેન્ક અને પોસ્ટ ઓફિસમાં વ્યાજ મળે છે, જો કે વ્યાજનો દર સમયાંતરે બદલાતો રહે છે. હાલમાં લગભગ 8 ટકા વ્યાજદર ચાલી રહ્યો છે. આ રીતે જો બંને જગ્યાએ 40 વર્ષની ઉંમરે 22 લાખનું રોકાણ કરવામાં આવે, તો 60 વર્ષે તમને 1 કરોડ રૂપિયા મળી શકે છે.જો તમે દર મહિનો રાકણ કરવા ઈચ્છો છો તો 17 હજારનું રોકાણ કરવું પડશે.

બેન્ક-પોસ્ટ ઓફિસ્માં એક વારમાં રોકાણની રણનીતિ

બેન્ક-પોસ્ટ ઓફિસ્માં એક વારમાં રોકાણની રણનીતિ

- 22 લાખ રૂપિયા જમા કરો
- 20 વર્ષ માટે જમા રાખો
- 8 ટકા મળશે વ્યાજ
-1 કરોડનું ફંડ થશે તૈયાર

બેન્ક, પોસ્ટ ઓફિસમાં પ્રતિ મહિને રોકાણની રણનીતિ

બેન્ક, પોસ્ટ ઓફિસમાં પ્રતિ મહિને રોકાણની રણનીતિ

- 17 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી રોકાણ શરૂ કરો
- 20 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો
- 8 ટકા વ્યાજ મળે
-1 કરોડ રૂપિયાનું ફંડ થશે તૈયાર

5 વર્ષમાં સૌથી સારું વળતર આપતા મ્યુચ્યુઅલ ફંડ

5 વર્ષમાં સૌથી સારું વળતર આપતા મ્યુચ્યુઅલ ફંડ

1. SBI Small cap fundએ 29.35 ટકા આપ્યું વળતર
2. Mirae Asset Emerging bluechip fundએ આપ્યું 27.22 ટકા વળતર
3. રિલાયન્સ સ્મોલ કેપ ફંડમાં મળ્યું 26.71 ટકા વળતર
4. કેનેરા રોબેકો ઈમર્જિંગ ઈક્વિટીઝ ફંડે 26.17 ટકા વળતર મળ્યું
5. એલ એ્ડ ટી મિડકે પ ફંડમાં મળ્યું 24.42 ટકા વળતર

નોંધઃ

નોંધઃ

આ કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રેટ એટલે કે CAGR છે, જેનો અર્થ થાય છે દર વર્ષે મળતું વળતર.

ડેટા 18 જાન્યુઆરી 2019 સુધીની અપડેટ છે.

શું કહે છે નિષ્ણાતો

શું કહે છે નિષ્ણાતો

શેર ખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલ વર્માના કહેવા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સારું છે. અહીં લાંબા ગાળાનું રોકાણ સારું વળતર આપે છે. આમતો સામાન્ય રીતે મ્યચ્યુઅલ ફંડમાં એક વારે રોકાણ કરતા પ્રતિ મહિને રોકાણ વધુ સારો વિકલ્પ છે. પરંતુ જો એક જ વખતે બધું જ રોકાણ કરવું હોય તો તે લાંબા સમય માટે કરવું જોઈએ, જેના કારણે સારું વળતર મળી શકે છે.

English summary
How become crorepati investing mutual fund and post office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X