For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ, સરકાર આપે છે ગેરંટી

ઈન્કમટેક્સ બચાવવા માટે લોકો જાતભાતની રીત અપનાવે છે, પરંતુ જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે તો આ રોકાણ તમને કરોડપતિ બનાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

ઈન્કમટેક્સ બચાવવા માટે લોકો જાતભાતની રીત અપનાવે છે, પરંતુ જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે તો આ રોકાણ તમને કરોડપતિ બનાવી શકે છે. સરકાર તરફથી ઈન્કમ ટેક્સ બચાવવા માટે જુદી જુદી રીતો જણાવાઈ છે. જેમાં ટેક્સ સેવિંગ એફડી, ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડથી લઈને ઈન્સ્યોરન્સ, પોસ્ટ ઓફિસમાં રોકાણ સામેલ છે. પીપીએફમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો આ રોકાણ યોગ્ય પ્લાનિંગ સાથે કરવામાં આવે તો તે તમને કરોડ પતિ બનાવી શકે છે.

આ પણ વાંચો: ડિવિડન્ડ શુ છે અને તેના પર ટેક્સ કેવી રીતે લાગે છે?

આ છે PPF અંગેના નિયમો

આ છે PPF અંગેના નિયમો

PPF અકાઉન્ટ પહેલીવારમા 15 વર્ષ માટે ખોલી શકાય છે. તેને કોઈ પણ પોસ્ટ ઓફિસથી લઈને બેન્કની પસંદગીની શાખામાં ખોલી શકાય છે. આ અકાઉન્ટમાં વર્ષે એકવાર અને વધુમાં વધુ 12 વખત પૈસા જમા કરાવી શકાય છે. વર્ષમાં ઓછામાં ઓછા એક વખત 500 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકીને ઈન્કમ ટેક્સ બચાવી શકાય છે. આ અકાઉન્ટમાં વ્યાજ દર સરકાર સમયાંતરે નક્કી કરતી રહે છે. 1 જાન્યુઆરી 2018થી આ અકાઉન્ટમાં 8 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે.

મેળવો 1.7 કરોડ રૂપિયાનું ફંડ

મેળવો 1.7 કરોડ રૂપિયાનું ફંડ

PPFમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ પૈસા જો મહિના પ્રમાણે વહેંચીએ તો 12,500ની રકમ આવે છે. જો કોઈ વ્યક્તિ PPFમાં દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ 15 વર્ષ સુધી કરે તો 15 વર્ષમાં આ રકમ 44 લાખ રૂપિયા થઈ જશે. આ અકાઉન્ટ 5-5 વર્ષ કરીને ત્રણ વખત લંબાવી શકાય છે. એટલે જો તેની સમય મર્યાદા 5 વર્ષ માટે વધારવામાં આવે અને 12,500 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો આ રકમ 20 વર્ષે લગભગ 74 લાખ રૂપિયા થઈ જશે. જો તેને ફરીથી વધારીને દર મહિને 12,500નું રોકાણ યથાવત્ રાખવામાં આવે તો તે વધીને 1.18 કરોડ રૂપિયા થઈ જશે. એટલે કે 25 વર્ષમા રોકાણકાર કરોડપતિ બની શકે છે. આ રોકાણ જો 20 વર્ષની ઉંમરે શરૂ કરવામાં આવે તો 45 વર્ષની ઉંમરે તમે કરોડપતિ બની શકો છો. આ રોકાણ પર સરકારની ગેરંટી હોય છે, એટલે પૈસા ડૂબવાની પણ ચિંતા નથી રહેતી. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ બચે તે તો ફાયદો છે જ.

આ રીતે કરો રોકાણ

આ રીતે કરો રોકાણ

- દર મહિને 12,500નું રોકાણ

- 25 વર્ષ સુધી રોકાણ કરો

- હાલ 8 ટકા વ્યાજ મળે છે

- કુલ 45 લાખનું કરો રોકાણ

- 25 વર્ષ બાદ મળશે 1.18 કરોડ રૂપિયા

ન કરો આ ભૂલ

ન કરો આ ભૂલ

PPFમાં રોકાણ દરમિયાન લોકો મોટા ભાગે એક જ ભૂલ કરે છે. આવક વેરો બચાવવા માટે તેઓ જેટલી જરૂર હોય તેટલા જ પૈસા જમા કરાવે છે. નિષ્ણાતોના મતે આ યોગ્ય રીત નથી. આ અકાઉન્ટ કંપાઉન્ડેડ રિટર્ન આપે છે, જેને કારણે વ્યાજ દર વધતો જાય છે. આ યોજના અન્ય બચત યોજનાઓ કરતા અલગ છે, એટલે લોકોએ વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરાવીને વધુમાં વધુ ફાયદો ઉઠાવવો જોઈએ. આ ઉપરાંત કેટલીક વખત લોકો અધવચ્ચેથી પૈસા કાઢી લે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો જરૂર ન હોય તો PPFમાંથી અધવચ્ચેથી પૈસા ઉપાડવા ન જોઈએ.

નિયમ

નિયમ

આવક વેરો બચાવનાર PPF અકાઉન્ટ 100 રૂપિયામાં ખોલી શકાય છે. પરંતુ બાદમાં PPFમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા જરૂરી છે. આ અકાઉન્ટ પોસ્ટ ઓફિસથી બેન્ક અને બેન્કથી પોસ્ટ ઓફિસ વચ્ચે ટ્રાન્સફર પણ કરાવી શકાય છે. PPF અકાઉન્ટમાં જમા રકમ પર આવક વેરાની કલમ 80 સી અંતર્ગત રાહત મળે છે. PPF અકાઉન્ટ વચ્ચેથી બંધ ન કરી શકાય. પરંતુ સાત વર્ષ બાદ તેમાંથી પૈસા ઉપાડવાની છૂટ મળે છે. આ ઉપરાંત આ અકાઉન્ટમાં જમા રકમ સામે લોન પણ લઈ શકાય છે.

English summary
How to become crorepati by investing in Tax saving instrument PPF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X