જીવીત છે ઈરાનના સુપ્રીમ લીડર ખામેની? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના અવસાનના અહેવાલો વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. પૂર્વ ભારતીય જાસૂસ લકી બિષ્ટે દાવો કર્યો છે કે ખામેની કદાચ હજુ પણ સુરક્ષિત અને જીવંત હોઈ શકે છે.
બિષ્ટના મતે ખામેનીના લોકેશનની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ હશે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે.

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના હુમલા બાદ ઈરાને 40 દિવસના શોકની જાહેરાત કરી હતી. જોકે, લકી બિષ્ટ સવાલ ઉઠાવે છે કે જો નેતૃત્વ ખતમ થઈ ગયું હોય, તો ઈરાની સેના આટલી સંગઠિત રીતે હુમલા કેવી રીતે કરી રહી છે?
તેમણે એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ઈરાની સૈન્યને હજુ પણ સચોટ નિર્દેશો મળી રહ્યા છે. અમેરિકી ઠેકાણાઓ પર થઈ રહેલા હુમલા સાબિત કરે છે કે કોઈ મજબૂત કમાન્ડ સિસ્ટમ હજુ કાર્યરત છે.
બિષ્ટના મતે ખામેનીના મૃત્યુના સમાચાર એક સોચી-સમજી ગુપ્તચર વ્યૂહરચના અથવા 'ઈન્ટેલિજન્સ ગેમ' હોઈ શકે છે. દુશ્મનને ભ્રમિત કરવા માટે ઘણીવાર આવી ખોટી માહિતી ફેલાવવામાં આવતી હોય છે.
તેમણે શક્યતા દર્શાવી કે રશિયા જેવી એજન્સીઓએ કદાચ ખામેનીને બચાવવા માટે નકલી લોકેશન લીક કર્યું હોય. જેના કારણે પશ્ચિમી દેશોને એમ લાગે કે તેમનું મિશન સફળ રહ્યું છે અને હુમલા અટકી જાય.
જો ખરેખર મુખ્ય લક્ષ્ય ખામેની જ હતા અને તેઓ માર્યા ગયા છે, તો યુદ્ધ કેમ ચાલુ છે? આ સવાલ ઉઠાવતા બિષ્ટે કહ્યું કે ભૂતકાળમાં પણ અનેકવાર તેમના મૃત્યુની ખોટી અફવાઓ ઉડી ચૂકી છે.
બીજી તરફ, ઈરાન પર થયેલા સૈન્ય હુમલામાં ભારે જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. હજારો મકાનો, શાળાઓ અને મેડિકલ સેન્ટરો આ યુદ્ધની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીના સંઘર્ષમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ખામેનીના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ છે, જે મધ્ય પૂર્વની સ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
