દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડ્યા, અભિજીતે કહ્યું- 'આ કિડનેપિંગ છે'
નવી દિલ્હી: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ (પર્યાવરણ કાર્યકર્તા) સોનમ વાંગચુકની ભૂખ હડતાળના 21મા દિવસે શનિવારે સવારે દિલ્હીના જંતર-મંતર પરથી તેમને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉપવાસ પર બેઠા હતા. પોલીસ જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવા માટે પહોંચી ત્યારે પ્રદર્શન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ એક વીડિયો સંદેશમાં આરોપ લગાવ્યો છે કે પોલીસ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને ત્યાંથી જબરદસ્તી હોસ્પિટલ લઈ ગઈ છે. અભિજીતે જણાવ્યું કે જ્યારે પોલીસ વાંગચુકને લઈ ગઈ, ત્યારે તેઓ સવારે ફ્રેશ થવા માટે તેમના એક મિત્રના ઘરે ગયા હતા.

તેમણે એવો પણ દાવો કર્યો છે કે પોલીસે તેમને મિત્રના ઘરમાંથી બહાર ન નીકળવા દીધા અને જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા CJPના કાર્યકર્તાઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો. અભિજીત દીપકેએ હવે દેશભરમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના વિસ્તારમાં આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કરે.
CJP Founder Abhijeet Dipke’s video message after he was let go by the Police - once the Police had successfully kidnapped Sonam Wangchuk from Jantar Mantar.
— Cockroach is Back (@Cockroachisback) July 18, 2026
He has been beaten up by the Police. CJP protesters have been lathi charged badly at Jantar Mantar. pic.twitter.com/6ZRAirwxzg
હાઈકોર્ટની કડકાઈ બાદ લેવાયું પગલું
દિલ્હી હાઈકોર્ટે બે દિવસ પહેલા સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે "દરેક નાગરિકનું જીવન ખૂબ જ કિંમતી છે." આ સાથે જ અદાલતે સોનમ વાંગચુકની રોજિંદી મેડિકલ તપાસ કરવા અને જરૂર પડે તો તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. શનિવારે સવારે પોલીસે પ્રદર્શન સ્થળ પર સતત જાહેરાત કરી હતી કે આ કાર્યવાહી કોર્ટના નિર્દેશો અને વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
