ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા
ગુજરાત સરકારે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મેડિકલ ક્લેમના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'ગુજરાત રાજ્ય સેવા નિયમો 2002' અંતર્ગત પરિવારની વ્યાખ્યાને હવે વધુ વ્યાપક બનાવવામાં આવી છે.

નવા સુધારા મુજબ, અત્યાર સુધી માત્ર મર્યાદિત સભ્યોને મળતો તબીબી સારવારનો લાભ હવે કર્મચારી પર નિર્ભર અન્ય સભ્યોને પણ મળશે.
સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ, હવે પરિવારમાં પતિ-પત્ની અને બાળકો ઉપરાંત આશ્રિત ભાઈ-બહેનોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે મુખ્ય શરત એ છે કે પરિવારના જે-તે સભ્ય કર્મચારી સાથે રહેતા હોવા અને તેમના પર નિર્ભર હોવા અનિવાર્ય છે.
તબીબી સહાય મેળવવા માટે આશ્રિત સભ્યની તમામ સ્ત્રોતમાંથી માસિક આવક ₹500 થી વધુ ન હોવી જોઈએ તેવું નિયમોમાં જણાવાયું છે.
જો કોઈ સભ્યની પેન્શન સહિતની આવક નક્કી કરેલી મર્યાદાથી ઓછી હશે, તો જ તેઓ આ સરકારી યોજના હેઠળ મફત સારવાર મેળવી શકશે.
આરોગ્ય વિભાગનો આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે, જે મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્થિક રાહત સમાન સાબિત થશે.
માંદગીના સમયે પરિવારના સભ્યોની મોંઘી સારવારનો આર્થિક બોજ હળવો કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ પ્રશંસનીય સુધારો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
