Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ?

LPG Price Today: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ-US યુદ્ધને કારણે દેશમાં LPGને લઈને ભારે ચિંતાનો માહોલ છે. જોકે, સરકાર સતત કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર LPG બુકિંગને લઈને જનતામાં ફાળ પડી છે. આ પૅનિક સ્થિતિને રોકવા અને કાળાબજારી પર લગામ કસવા માટે સરકારે છેલ્લા 3 દિવસમાં 7 મોટા નિર્ણયો લીધા છે.

LPG Price Today

ચાલો એક નજરમાં સમજીએ કે પ્રોડક્શનથી લઈને સપ્લાય સુધીના આ 7 મોટા નિર્ણયો કયા છે?

LPG Price Today: પૅનિક સ્થિતિ ટાળવા સરકારના આદેશ

  1. બુકિંગ અંતરમાં ફેરફાર: કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે ગેસ બુકિંગ વચ્ચેનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.
  2. ઉત્પાદન વધારવા આદેશ: પ્રોડક્શનમાં ઘટાડો ન આવે તે માટે દેશભરની રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા સૂચના અપાઈ છે.
  3. પ્રાથમિકતા નક્કી કરાઈ: સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ઘરેલું LPG, PNG અને વાહનો માટેના CNGને પ્રાથમિકતા આપી છે.
  4. સ્પેશિયલ કમિટીની રચના: કોમર્શિયલ LPGની અછત દૂર કરવા માટે OMCs (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ની સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે.
  5. ECA લાગુ: સંગ્રહખોરી ન થાય તે માટે સમગ્ર દેશમાં ECA (આવશ્યક વસ્તુ ધારો) લાગુ કરવામાં આવ્યો છે.
  6. વધારાની જવાબદારી: IOCL, BPCL અને HPCLને વધારાના ઉત્પાદિત LPGના વિતરણની વિશેષ જવાબદારી સોંપાઈ છે.
  7. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા: ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે જેથી ગેસ સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે.

LPG Rate: તમારા શહેરમાં શું છે LPGના ભાવ?

7 માર્ચ 2026ના રોજ ભારતમાં ઘરેલું (14.2 kg) LPG સિલિન્ડરની કિંમતમાં ₹60 નો વધારો કરવામાં આવ્યો છે. જાણો આજે તમારા શહેરમાં શું ભાવ છે:

LPG Price: ઘરેલું સિલિન્ડરનો ભાવ (14.2 kg)

  • દિલ્હી: ₹913
  • બેંગલુરુ: ₹915.50
  • મુંબઈ: ₹912.50
  • જયપુર: ₹916.50
  • કોલકાતા: ₹939.00
  • ચેન્નાઈ: ₹928.00

LPG Price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમત (19 kg)

  • દિલ્હી: ₹1883
  • કોલકાતા: ₹1990
  • મુંબઈ: ₹1835
  • ચેન્નાઈ: ₹2043.50
  • બેંગલુરુ: ₹1990
  • જયપુર: ₹1835
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X