For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : લોન ચૂકવણી બાકી હોય ત્યારે મકાન કેવી રીતે વેચવું?

|
Google Oneindia Gujarati News

મોટા ભાગના લોકો પોતાનું ઘર કે મકાન ખરીદના માટે લોન લેતા હોય છે. આ લોન લાંબા ગાળાની હોવાને કારણે ઘર કે મકાન વેચવાનું મુશ્કેલ બને હોય છે. મોટા ભાગના લોકો આમ કરવાનું ટાળતા હોય છે. કારણ કે ચાલુ લોને અથવા લોન પૂરી થતા પહેલા મકાન વેચવા માટે બેંકોની કેટલીક શરતો પૂરી કરવી પડે છે.

કેટલીકવાર અનિવાર્ય સ્થિતિ આવી જાય તો ના છૂટકે ઘર કે મકાન વેચવું પડે છે. આવા સમયે ઘર વેચવાના અનેક વિકલ્પો રહેલા છે. આ માટે કોઇ પણ વ્યક્તિને ઘર વેચવા સામાન્ય પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. આ સ્થિતિમાં ઘર ખરીદનારી વ્યક્તિએ તમારી લોન તેમના નામે લઇ લેવી પડે છે અને બેંક સાથે નવેસરથી કરાર કરવા પડે છે.

home-loan-1

પ્રથમ સ્થિતિમાં ચાલુ લોનમાં ઘર વેચવાની પ્રક્રિયામાં કોઇ પણ વેચનારે બેંકમાં તેની લોનનું ખાતું બંધ કરાવવું પડે છે અને ઘર ખરીદનારે નવું ખાતું ખોલાવવું પડે છે.

બીજી સ્થિતિમાં જો ઘર ખરીદનાર અન્ય બેંક પાસેથી લોન લેવા માંગતો હોય તો આવી સ્થિતિમાં ફંડ ટ્રાન્સફર કરવું પડે છે. આવી સ્થિતિમાં ત્રણ વ્યક્તિ વચ્ચે કરાર થાય છે. બેંક, વેચનાર અને ખરીદનાર.

આ સિવાયની ત્રીજી સ્થિતિમાં જો ઘર ખરીદનારને લોન રાખવી ના હોય તો તેણે લોન ભરપાઇ કરવી પડે છે. આ માટે તેણે સંબંધિત દસ્તાવેજો સાઇન કરવા પડે છે. આ માટે તે બેંકને ચૂકવેલા બાકી લોનના નાણા બાદ કરીને કરાર સાઇન કરે છે. આ સ્થિતિમાં બેંક ખરીદનારના નામે તમામ દસ્તાવેજો સુપરત કરે છે.

આ સ્થિતિમાં ખરીદનારે તમામ દસ્તાવેજો લેવા જોઇએ, જ્યારે વેચનારે આ દસ્તાવેજો તૈયાર રાખવા જોઇએ...

તૈયાર રાખવાના દસ્તાવેજો

  1. બાના ખત/મુખ્ય દસ્તાવેજ
  2. મંજુર થયેલો પ્લાન
  3. સોસાયટી તરફથી એનઓસી
  4. ઋણભારનું પ્રમાણ પત્ર
  5. વેચાણ ખત
  6. પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ
  7. ઇલેક્ટ્રિસિટી બિલ ચૂંકવણીની રસીદો અને અન્ય દસ્તાવેજો જે લોનનો એક ભાગ છે
English summary
How to sell a house or flat in India with an outstanding home loan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X