For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આધાર નંબરથી LPG અને બેંક એકાઉન્ટને કેવી રીતે લિંક કરી શકાય

|
Google Oneindia Gujarati News

દેશના અનેક રાજ્યોમાં એલપીજી એટલે કે રસોઇ ગેસના ઉપભોક્તાઓને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પણ તમારા એલપીજીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો તો આ આર્ટીકલ તમારા માટે છે.

જો તમે લાંબી લાઇનો અને સરકારી માથકૂટથી દૂર રહેવા માગો છો અને પોતાના બેંક અકાઉન્ટને તમારા એલપીજીથી લિંક કરવા માંગો છો તો તે કેવી રીતે કરવું તે અમે તમને કહીશું.

LPG

શું છે ડીબીટીએલ સ્કીમ

ડીબીટીએલ સ્કીમ કેન્દ્ર સરકારની તેવી યોજના છે જેમાં રસોઇ ગેસ પર મળતી સબસીડી સીધી તમારા ખાતામાં આવશે. એટલે જ્યારે ઘરમાં ગેસનો સિલિન્ડર આવશે ત્યારે તે વખતે તમારે 760 રૂપિયા આપવા પડશે. 760-440=320. એટલે કે 320 રૂપિયા સીધા ભારત સરકાર દ્વારા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં જો તમારું આધાર કાર્ડ ના પણ બન્યું હોય તેમ છતાં આ એલપીજી સબસીડી સીધી તમારા ખાતામાં તમે મેળવી શકો છો. જાણો કંઇ રીતે.

રસોઇ ગેસને બેંકના અકાઉન્ટથી લિંક કરવાની 6 રીતો જાણી લો

1. ડિસ્ટ્રિબ્યૂટરના કાર્યાલયમાં જઇને ફોર્મ ભરી જમા કરાવો.
2. SMS દ્વારા
3. આઈવીઆરએસ નંબર પર કોલ કરો.
4. કોલ સેન્ટર પર કોલ કરો.
5. ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ફોર્મ ભરો.
6. ભારતીય ડાકના માધ્યમથી ફૉર્મ મોકલાવો
જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો કેવી રીતે લિંક કરશો.

1. તમે ઇન્ટનેટથી ફોર્મ-1 ડાઉનલોડ કરો. કે પછી ડિસ્ટ્રિબ્યૂટરથી ફોર્મ મેળવો અને તેમાં તમારી ડિટેલ ભરો.અને આધાર કાર્ડની ફોટોકોપી, ગૈસ રીફિલની જૂની રસીદ (ઓરીજનલ), ગૈસ બુકના પહેલા પાનની ફોટોકોપી જોઇન્ટ કરી ડિસ્ટ્રિબ્યૂટર કાર્યાલયમાં રાખેલ ડ્રોપ બોક્સમાં નાખો અથવા કાર્યાલયમાં જમા કરાવો.

ફોર્મ 1 ડાઉનલોર્ડ કરવા આ મુજબ લિંક પર જાઓ

http://petroleum.nic.in/dbt/linkbank.php

ત્યારબાદ તમારે તરત ફોર્મ 2, આધાર કાર્ડની ફોટો કોપીની સાથે બેંકમાં જમા કરાવાનું રહેશે. જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકમાં જ ફોર્મ જમા કરાવાનું રહેશે. ફોર્મ 2 ડાઉનલોડ કરવા માટે આ લિંક પર જાઓ.

http://petroleum.nic.in/dbt/form2.pdf

ફોર્મ 1 ભરી તમે ગેસ સિલિન્ડર આપનાર ડિલિવરી મેન આ ફોર્મ આપી શકો છો કે પછી ભારતીય ટપાલ દ્વારા તેને પોસ્ટ પણ કરી શકો છો.

2. જો તમે કોલ સેન્ટરમાં કોલ કરીને આ પ્રકિયા પૂરી કરવા ઇચ્છો તો નંબર આ મુજબ છે
1800-2333-555

3 ઇન્ટરનેટના માધ્યમથી લિંક કરવા માટે www.rasf.uiadai.gov.in પર ક્લિક કરો અને ફોર્મ ભરો. પણ ત્યારપછી તમારે જલ્દી જ ફોર્મ 2 ભરી બેંકમાં જમા કરાવું પડશે. જો તમે તેમ કરવામાં વિલંબ કરશો તો આ પ્રક્રિયા અધૂરી માનવામાં આવશે. જો તમારી બેંક ઓનલાઇન લિંકિંગની સેવા આપી રહ્યું હોય તો તમે તે મુજબ પર આ પ્રક્રિયાને પૂરી કરી શકો છો.

English summary
How to link Aadhar with your LPG and Bank Account by using PAHAL (DBTL) scheme website. Also read what are be benefits if you do this now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X